
એસ. જયશંકરે દુનિયાને આપી સ્પષ્ટ ચેતવણી આતંકવાદ પર બેવડાં ધોરણો બંધ કરો : વિદેશ મંત્રી જયશંકર આતંકવાદને પોતાની વિદેશનીતિના હથિયાર તરીકે ઉપયોગ કરતા દેશોને ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પરથી ફરી એકવાર ખુલ્લા પાડ્યા વિદેશમંત્રી એસ. જયશંકરે ૨૫ ઓક્ટોબરે કહ્યું કે આતંકવાદનો ઉપયોગ કોઈ દેશની નીતિઓને આગળ વધારવાના સાધન તરીકે કરવો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેને ક્યારેય યોગ્ય ઠેરવી શકાય નહીં કે તેના સમર્થનમાં કોઈ દલીલ આપી શકાય નહીં.
જયશંકરે કહ્યું કે આતંકવાદનો ખતરો એટલા માટે યથાવત્ છે, કારણ કે તમામ દેશો ખરેખર તેને જરાય સહન નહીં કરવાની નીતિ અપનાવતા નથી. દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કોઈ દેશનું નામ લીધા વિના તેમણે કહ્યું કે આતંકવાદના ઇતિહાસમાંથી ઘણા બોધપાઠ મળ્યા હોવા છતાં કેટલાક દેશો હજી પણ રાજકીય હિતોને પ્રાથમિકતા આપે છે.
ચિન્મય મિશનની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે શાંતિના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, ખાસ કરીને એવા સમયે જ્યારે દુનિયાના વિવિધ ભાગોમાં સંઘર્ષ ચાલી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “ચાલો, શાંતિની અવિભાજ્યતા વિશે વિચારીએ. ક્યાંય પણ યુદ્ધ થાય તો તે દરેક જગ્યાએ શાંતિ માટે ખતરો છે.” યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે જ્યારે ભારત કહે છે કે સંવાદ અને કૂટનીતિ જ એકમાત્ર ઉકેલ છે, ત્યારે તે વૈશ્વિક ભાવનાને વ્યક્ત કરે છે.
જયશંકરે કહ્યું, “આતંકવાદ શાંતિ માટેનો બીજાે ઘાતક ખતરો છે. આતંકવાદનો ઉપયોગ કોઈ દેશની નીતિઓ અને ઉદ્દેશોને આગળ વધારવાના સાધન તરીકે કરવો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેને ક્યારેય યોગ્ય ઠેરવી શકાય નહીં કે તેના સમર્થનમાં કોઈ દલીલ આપી શકાય નહીં. આ છતાં આતંકવાદ ચાલુ છે, કારણ કે તમામ દેશો ખરેખર તેને જરાય સહન નહીં કરવાનું વલણ અપનાવતા નથી. ઇતિહાસમાંથી આટલા બોધપાઠ મળ્યા હોવા છતાં કેટલાક દેશો હજી પણ રાજકીય હિતોને પ્રાથમિકતા આપે છે.”
તેમણે કહ્યું કે તેથી દુનિયાએ આ સહિયારા ખતરા પ્રત્યે વધુ સજાગ થવું જાેઈએ અને આતંકવાદનાં તમામ સ્વરૂપોનો સામનો કરવા માટે વધુ મક્કમ સંકલ્પ સાથે એકજૂથ થવું જાેઈએ.




