સામાન્ય રીતે આપણે આપણા મિત્રો કે સાગા-સંબંધીઓને અવારનવાર સારા પ્રસંગે ગિફ્ટ આપીએ છીએ. મોટાભાગના લોકો સામેની વ્યક્તિની પસંદગીને ધ્યાનમાં રાખીને ગિફ્ટ આપે છે. ત્યારે જો આપણે વાસ્તુ શાસ્ત્રને ધ્યાનમાં રાખીને નજીકના લોકોને ભેટ આપીએ તો આપણા સંબંધો વધુ મજબૂત બને છે. કોઈને ગિફ્ટ આપતી વખતે ધ્યાન રાખો કે આપણે ગિફ્ટમાં કોઈને પણ અથાણું ન આપવું જોઈએ. તમારા નજીકના લોકોને ગિફ્ટમાં અથાણું આપવું અશુભ માનવામાં આવે છે. ત્યારે જ્યોતિષી રાધાકાંત વત્સે અથાણું ભેટમાં આપવું જોઈએ કે કેમ તેની વિગતવાર માહિતી આપી હતી.
શું કોઈને ગિફ્ટમાં અથાણું ગિફ્ટ આપવું જોઈએ?
સામાન્ય રીતે દરેક ભારતીય રસોડામાં અથાણું ચોક્કસ જોવા મળે છે. આમ તો ઘરમાં અથાણું રાખવાથી કોઈ વાંધો નથી, પરંતુ તેને ગિફ્ટમાં આપવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આપણા વડીલો પણ એકબીજાને ગિફ્ટમાં અથાણું આપવાની મનાઈ ફરમાવે છે.
લોકોનું માનવું છે કે અથાણાની પ્રકૃતિ ખાટી હોય છે. કહેવાય છે કે અથાણું સંબંધોમાં ખટાશ લાવે છે. આવી સ્થિતિમાં જેને આપણે ભેટ તરીકે અથાણું આપીએ છીએ, તેના સાથે આપણા સંબંધો બગડી શકે છે. જેથી અથાણું ભેટમાં આપવાનું ટાળવું જોઈએ.
કોઈને અથાણું ભેટમાં કેમ ન આપવું જોઈએ?
કેરીના, લીંબુના આમળાના અને મરચાના અથાણાંમાં સરસવનો ઉપયોગ થાય છે. સરસવના તેલનું ધાર્મિક મહત્વ છે. શાસ્ત્રો અનુસાર સરસવના તેલનો ઉપયોગ દીવો પ્રગટાવવા માટે કરવામાં આવે છે. તે શનિદેવને અર્પણ કરવામાં આવે છે.ત્યારે જો તમે કોઈને અથાણું ભેટમાં આપો છો, તો તે તમારી કુંડળીમાં શનિ નબળો પડે છે. તેનાથી તમને આર્થિક નુક્શાન થઈ શકે છે. જો જન્મકુંડળીમાં શનિ નબળો પડી જાય, તો તમારું જીવન અનેક પ્રકારની પરેશાનીઓથી ઘેરાઈ જાય છે.