
મિડલ ઈસ્ટની તમામ ફ્લાઈટ રદ ઈરાન-ઈઝરાયેલના યુદ્ધ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો ર્નિણય એર ઈંડિયાએ સુરક્ષાના કારણોથી મિડલ ઈસ્ટ દેશો માટે પોતાની હવાઈ સેવાઓ તાત્કાલિક પ્રભાવથી બંધ કરી
ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધતા તણાવને જાેતા એર ઇન્ડિયાએ સુરક્ષાના કારણોથી મિડલ ઇસ્ટ દેશો માટે પોતાની તમામ હવાઈ સેવાઓ તાત્કાલિક પ્રભાવથી બંધ કરી દીધી છે. આ પગલું સુરક્ષાના કારણોથી ઉઠાવવામાં આવ્યું છે. કેમ કે ઇઝરાયેલ, ઇરાન, ઇરાક જેવા દેશોની એરસ્પેસ બંધ થઈ ગઈ છે.
આ શહેરોની ફ્લાઇટો પ્રભાવિત થઈ
– એર ઇન્ડિયાએ જે મુખ્ય શહેરો માટે પોતાની ફ્લાઇટ સેવા રદ કરી છે, તેમાં સામેલ છે
– યુએઈ-દુબઈ અને અબૂ ધાબી
– સઉદી અરબ-રિયાદ, જેદ્દા અને દમ્મામ
– કતર-દોહા
– ઓમાન-મસ્કટ
– ઇઝરાયેલ-તેલ અવીવ
એર ઇન્ડિયાની ફ્લાઇટ AI139 ઇઝરાયેલમાં એરસ્પેસ બંધ હોવાના કારણે વચ્ચે રસ્તામાંથી ભારત પરત ફરી છે. આ ફ્લાઇટ ૨૮ ફેબ્રુઆરીના રોજ દિલ્હીથી તેલ અવીવ માટે રવાના થઈ હતી. પણ સ્થિતિને જાેતા તેને પાછા ફરવું પડ્યું.
અમુક યુરોપીય દેશોએ પોતાના નાગરિકોને ઇરાન અને મિડલ ઇસ્ટના બીજા વિસ્તારમાં વધતા તણાવના કારણે ત્યાંથી નીકળી જવા અથવા ત્યાંની યાત્રા ન કરવાની અપીલ કરી છે. બ્રિટિશ સરકારે શુક્રવારે કહ્યું કે, તેણે ઇરાનમાંથી પોતાના સ્ટાફને થોડા સમય માટે પાછા બોલાવી લીધા છે અને તેમના દૂતાવાસને રિમોટલી કામ કરવાના આદેશ આપ્યા છે અને દેશની કોઈ પણ યાત્રા વિરુદ્ધ સલાહ આપી છે.
ફ્રાન્સના વિદેશ મંત્રાલયે ફ્રાંસીસી નાગરિકોને ઇઝરાયેલ, યરુશલમ અને વેસ્ટ બેન્કની યાત્રા વિરુદ્ધ એક સુરક્ષા એડવાઇઝરી જાહેર કરી છે. ઇટલીએ પણ તમામ નાગરિકોને ઇરાન છોડવાનો આગ્રહ કર્યો છે અને સમગ્ર મિડલ ઇસ્ટમાં ખૂબ જ સાવધાની રાખવાની સલાહ આપી છે. જર્મનીએ આખા ઇઝરાયેલની યાત્રા રોકવા માટે પોતાની ટ્રાવેલ ગાઇડેન્સને અપડેટ કરી છે.




