
વિદેશ જવું હોય તો પહેલા ૬૦ કરોડ જમા કરો.બોમ્બે હાઈકોર્ટે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાને આપ્યો આદેશ.બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા સામે ૬૦ કરોડની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે.બોમ્બે હાઈકોર્ટે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુંદ્રાને લોસ એન્જલસ અને અન્ય વિદેશી યાત્રા કરવા માટે પહેલા ૬૦ કરોડ રૂપિયા જમા કરવા માટે આદેશ આપ્યો છે.
આ આદેશ ત્યારે આવ્યો છે જ્યારે દંપત્તી સામે ૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાઈ છે. તેમણે આ એફઆઈઆરની સામે એલઓસીને રદ કરવા માટે હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો. જાેકે હાઈકોર્ટ દ્વારા તેમને હવે મોટો ઝટકો લાગ્યો છે.
આ મામલે શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા સામે સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. મંગળવારે એક્ટ્રેસની સતત ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ એક્ટ્રેસના ઘરે જ કરવામાં આવી હતી. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા સામે બિઝનેસમેન દીપક કોઠારીએ હાલમાં જ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
દીપક કોઠારીએ દાવો કર્યો છે કે શિલ્પા શેટ્ટીએ તેમની કંપનીનું કામ વધારવા માટે ૭૫ કરોડ રૂપિયાની લોન લીધી હતી. તેમણે કોઠારીને કહ્યું હતું કે દર મહિને તેઓ વ્યાજની રકમ ભરશે. જાેકે એક્ટ્રેસ તે રૂપિયાને બિઝનેસમાં વાપરવાની જગ્યાએ પોતાના અંગત ખર્ચમાં વાપરી રહી હતી. બાદમાં તેણે કંપનીના ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
જ્યારે એક્ટ્રેસ પાસેથી દીપક કોઠારીએ રૂપિયા પરત માગ્યા હતા. જાેકે તેણે કોઈ જવાબ ન આપ્યો જેથી દંપત્તીની સામે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બધા વચ્ચે શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી જે ઘણી વાયરલ થઈ હતી. આ પોસ્ટમાં તેમણે ફેમસ માર્શલ આર્ટિસ્ટ બ્રૂસ લી નો કોટ શેર કર્યો હતો.
શિલ્પા શેટ્ટીએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે જાે તમે દરેક વાત પર ભાવાત્મક પ્રતિક્રિયા આપશો તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો રહેશે. સાચી શક્તિ ચૂપચાપ બેસીને તર્ક સાથે વસ્તુઓને જુએ છે. સાચી શક્તિ સંયમ છે. જાે શબ્દો તમને નિયંત્રિત કરે છે તો એનો મતલબ એ નથી કે બાકી બધું પણ તમને નિયંત્રિત કરી શકે… શ્વાસ લો અને જે થઈ રહ્યું છે તેને થવા દો.
