
બીજી ટેસ્ટ મેચ ૧૦ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન રમાશે.ટીમ ઈન્ડિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ત્રણ દિવસમાં પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હત.ટીમ ઈન્ડિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ત્રણ દિવસમાં પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું. શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ ૧૦ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો દિલ્હી પહોંચી ગઈ છે. જાેકે, ખરાબ હવામાન અને વરસાદના કારણે પ્રેક્ટિસમાં અવરોધ ઉભો થયો છે.
દિલ્હીમાં લાંબા સમય પછી ટેસ્ટ મેચ રમાશે. દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ, જેને ફિરોઝ શાહ કોટલા તરીકે પણ ઓળખવામાં આવે છે, શુક્રવાર, ૧૦ ઓક્ટોબરના રોજ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચનું આયોજન કરશે. ટોસ સવારે ૯:૦૦ વાગ્યે થશે અને મેચ સવારે ૯:૩૦ વાગ્યે શરૂ થશે.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં કાળી અને લાલ માટી બંને પ્રકારની પીચ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ કાળી માટીની પીચ પર રમાશે. આ બેટ્સમેન માટે એક ઉત્તમ સ્થળ હશે. આ પીચ પર રન બનાવવાનું સરળ માનવામાં આવે છે. બાઉન્ડ્રી ટૂંકી છે અને આઉટફિલ્ડ ખૂબ ઝડપી છે. પરિણામે, આ ટેસ્ટ મેચમાં વધુ રન બનવાની અપેક્ષા છે. જાેકે, બીજા દિવસ પછી, જ્યારે પીચ સુકાઈ જશે, ત્યારે સ્પિનરોને ફાયદો થવા લાગશે.
નોંધનીય છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં, વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ ઇનિંગ્સમાં ૪૪.૧ ઓવરમાં ૧૬૨ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બીજી ઇનિંગ્સમાં, કેરેબિયન ટીમ ૪૫.૧ ઓવરમાં ફક્ત ૧૪૬ રન જ બનાવી શકી. ભારતે ત્રીજા દિવસે જ ટેસ્ટ મેચ એક ઇનિંગ્સ અને ૧૪૦ રનથી જીતી લીધી. મોહમ્મદ સિરાજે આ ટેસ્ટ મેચમાં સાત વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારવાની સાથે ચાર વિકેટ પણ લીધી.
