
સોનાના ભાવમાં ૧૪૨૨ રૂપિયાનો વધારો.સોના અને ચાંદીના ભાવમાં ધડાધડ વધારો નોંધાયો.વૈશ્વિક રાજકીય અસ્થિરતા અને ડિમાન્ડ સહિતના પરિબળોએ સોના-ચાંદીને ઉચકવાનું કામ કર્યું છે.વૈશ્વિક રાજકીય અસ્થિરતા અને ડિમાન્ડ સહિતના પરિબળોએ સોના-ચાંદીને ઉચકવાનું કામ કર્યું છે.સોના અને ચાંદીમાં ફરીથી તેજી જાેવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં તેજીની સાથે સાથે વાયદા બજાર અને રિટેલ બજારમાં પણ તેજી જાેવા મળી રહી છે. સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાય છે. વૈશ્વિક બજારની વાત કરીએ કોમેક્સ પર આજે સોનાનો ભાવ ૪,૪૭૬.૭૦ ડોલર પ્રતિ ઔંસ પર હતો. આ ઉપરાંત ચાંદીનો ભાવ પણ આજે કોમેક્સ પર ૭૬.૨૬૦ ડોલર પ્રતિ ઔંસ જાેવા મળ્યો.
ભારતીય વાયદા બજાર (સ્ઝ્રઠ) પર આજે ૫ ફેબ્રુઆરીની એક્સપાયરીવાળું સોનું ૧૨.૨૦ કલાક આસપાસ ૦.૫૬ ટકાના વધારા સાથે ૧૩૮૫૨૦ રૂપિયાના સ્તરે જાેવા મળ્યું. જ્યારે ૫ માર્ચની એક્સપાયરીવાળી ચાંદી ૧.૮૦ ટકાના વધારા સાથે ૨૪૭૭૦૧ રૂપિયા પ્રતિ કિલો જાેવા મળી. આ સાથે રિટેલ બજારમાં શું ભાવ ચાલે છે તે જાેઈએ તો IBJA મુજબ આજે ૯૯૯ પ્યોરિટીવાળા શુદ્ધ સોનાના ભાવમાં ૧૪૨૨ રૂપિયાનો વધારો જાેવા મળ્યો અને ભાવ ૧૩૭૧૯૫ રૂપિયાના સ્તરે ખુલ્યો. જે લાસ્ટ સેશનમાં ૧૩૫૭૭૩ રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં આજે ૪૧૬૮ રૂપિયાનો ઉછાળો નોંધાયો અને ભાવ પ્રતિ કિલોગ્રામ ૨૩૯૯૯૪ પર પહોંચ્યો. જે લાસ્ટ સેશનમાં ૨૩૫૮૨૬ પર બંધ થયો હતો. સારી ડિમાન્ડના સપોર્ટની સાથે સાથે ડોલરની નબળાઈ અને હાલના વૈશ્વિક રાજકીય અસ્થિરતાઓના પગલે પણ સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે. અમેરિકા અને વેનેઝુએલાનો મામલો હાલ ગરમાયેલો છે એમાં પણ પાછું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર નજર છે જેના પર નાટો બ્લોકમાંથી પણ આકરી પ્રતિક્રિયા આવેલી છે. ફ્રાન્સ, ઈટાલી, પોલેન્ડ, જર્મની, સ્પેન, યુનાઈટેડ કિંગડમ જેવા યુરોપીયન દેશોના નેતાઓએ ગ્રીનલેન્ડના સાર્વભૌમત્વનું સમર્થન કરવા માટે એકજૂથતા દેખાડી છે. આ ઉપરાંત ઈરાનનો મુદ્દો પણ સળગેલો છે. તથા અમેરિકી ટેરિફ અને ગ્લોબલ ઈકોનોમિક ગ્રોથ પર તેની અસર અંગે પણ ચિંતાઓ વધી છે જેણે સોનાની ડિમાન્ડ વધારી છે.




