
મેડિકલ ક્ષેત્રે ઇલોન મસ્કની વિસ્ફોટક ભવિષ્યવાણી.ડૉક્ટર્સની જરૂર નહીં પડે, AI સારવાર આપશે!.હાલમાં ખૂબ જ પૈસાદાર જે હેલ્થકેર મેળવી રહ્યાં છે એ પ્રકારની સર્વિસ બહુ જલદી સામાન્ય માણસને પણ મળશે.ઇલોન મસ્ક દ્વારા તેની વિસ્ફોટક ભવિષ્યવાણીને કારણે તે ફરી ચર્ચામાં આવ્યો છે. ઇલોન મસ્કે કહ્યું છે કે ભવિષ્યમાં ડૉક્ટર્સની જરૂર નહીં પડે કારણ કે AI હવે હેલ્થકેરમાં મનુષ્ય કરતાં આગળ નીકળી રહ્યાં છે. ઇલોન મસ્કે હાલમાં જ એક પોડકાસ્ટમાં હાજરી આપી હતી. આ પોડકાસ્ટને X પ્રાઇઝ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ચેરમેન પીટર એચ. ડિયામેન્ડિસ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું જેમાં ઇલોન મસ્કની સાથે ડેટાસેજ કો-ફાઉન્ડર ડેવિડ બ્લુન્ડિન પણ હાજર હતાં. આ પોડકાસ્ટમાં તેમણે AI વિશે વાત કરી હતી જેની ક્લિપ ખૂબ જ વાયરલ થઈ છે. એના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટો ચર્ચાનો વિષય બન્યો છે. AI ને સપોર્ટ કરતાં અને વિરોધ કરતાં બન્નેએમાં જાેડાયા છે.
દુનિયા ભરના હાલમાં ખૂબ જ પૈસાદાર જે હેલ્થકેર મેળવી રહ્યાં છે એ પ્રકારની સર્વિસ બહુ જલદી સામાન્ય માણસને પણ મળશે એવો ઇલોન મસ્કે દાવો કર્યો છે. આ શક્ય AI ને કારણે થશે. આ વિશે ઇલોન મસ્કે કહ્યું કે ‘પ્રેસિડન્ટ હાલમાં જે પ્રકારની મેડિકલ કેર મેળવી રહ્યાં છે એના કરતાં પણ સારી કેર લોકો ભવિષ્યમાં મેળવી શકશે.’ પીટર દ્વારા પૂછવામાં આવ્યું હતું કે શું લોકોએ હવે મેડિકલ સ્ટડી ન કરવી જાેઈએ? એનો જવાબ આપતાં ઇલોન મસ્કે કહ્યું કે ‘હા હવે એનો કોઈ અર્થ નથી રહ્યો. મારું કહેવું છે કે એ દરેક પ્રકારના એજ્યુકેશન માટે હવે લાગુ પડે છે.’
આ વાતચીતમાં એ વાત પર ધ્યાન આપવામાં આવ્યું હતું કે અત્યારની જનરેશન હવે મશીન દ્વારા કરવામાં આવતી હેલ્થકેર પર વધુ ભાર આપે છે. પીટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઘણાં યુવાન લોકો હવે માનવ સર્જન પાસે ટ્રીટમેન્ટ કરાવવામાં સંકોચાય છે તેઓ હવે ઓટોમેટિક સિસ્ટમ પર વધુ વિશ્વાસ કરે છે. LASIK આંખની સર્જરી મનુષ્ય કરતાં મશીનના ઉપયોગથી ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહી છે. આ વિશે ઇલોન મસ્કે ટીખળ કરતાં કહ્યું કે ‘શું તમે ઇચ્છો કે હવે ઑફ્થાલ્મોલોજિસ્ટ તેના હાથમાં લેઝર લઈને ઊભો રહ્યો હોય?’ ઇલોન મસ્કે અગાઉ દાવો કર્યો હતો કે ટેસ્લા કંપનીના હ્યુમનોઇડ રોબોટ જેને ઑપ્ટિમસ તરીકે ઓળખવામાં આવે છે એ આગામી ત્રણ વર્ષમાં સર્જનની જગ્યા લઈ લેશે. ઇલોન મસ્કના અનુસાર AI હવે દરેક ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યું છે.
આ વાયરલ ક્લિપને કારણે સોશિયલ મીડિયા પર લોકો તેમના મંતવ્ય આપી રહ્યાં છે. કેટલાક લોકોએ AI અને પરિવર્તનને સ્વીકારવાની વાત કરી છે. તેમ જ AI વધતાં મેડિકલ એજ્યુકેશન એટલું મહત્ત્વનું નહીં રહે એ વિશે વાત કરી છે. આશાવાદી લોકોએ એમ પણ કહ્યું છે કે AI ને કારણે દુનિયાભરના લોકો માટે એડવાન્સ ટ્રીટમેન્ટ હવે ખૂબ જ સસ્તી અને ઝડપી મળી રહેશે. જાેકે કેટલાક લોકોએ એની ટીકા પણ કરી છે. તેમણે કહ્યું કે મશીન પર એટલું ર્નિભર નહીં રહેવું જાેઈએ. મેડિકલમાં મનુષ્યમાં રહેલી સંવેદના, નૈતિકતા અને જવાબદારી ખૂબ જ કામ આવે છે જે મશીનમાં નથી હોતી. જીવન-મૃત્યુની સ્થિતિ હોય ત્યારે શું પેશન્ટે ફક્ત AI આધારિત ટ્રીટમેન્ટ પર ભરોસો કરવો જાેઈએ એવું પણ લોકો સવાલ કરી રહ્યાં છે.




