
૩૧ વર્ષની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરી.કેસી કરિયપ્પાએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.કરિયપ્પાને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી નથી : તે આઈપીએલ અને અન્ય લીગમાં રમ્યો છે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI શ્રેણીની બીજી મેચ ૧૪ જાન્યુઆરીએ રમાશે અને આ મેચ માટે બધા ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે ભારતીય ટીમે પહેલી મેચમાં જ શાનદાર જીત મેળવી હતી. જાે કે, આ મેચ પહેલા જ ૩૧ વર્ષીય ભારતીય ખેલાડીએ અચાનક પોતાની નિવૃત્તિની જાહેરાત કરી છે અને તેની નિવૃત્તિના સમાચારથી બધા ચોંકી ગયા છે.
નિવૃત્તિની જાહેરાત કરનાર ખેલાડી બીજું કોઈ નહીં પણ ૩૧ વર્ષીય કેસી કરિયપ્પા છે. કેસી કરિયપ્પાએ ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. કરિયપ્પાને ક્યારેય ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી નથી. જાે કે, તે આઈપીએલ અને અન્ય લીગમાં રમી ચૂક્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરી છે.
કેસી કરિયપ્પાની નિવૃત્તિએ ક્રિકેટ ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે, કારણ કે ભારતીય ક્રિકેટરો માટે આટલી નાની ઉંમરે નિવૃત્તિ લેવી દુર્લભ છે. એવું માનવામાં આવે છે કે તેણે ભારતની બહાર લીગમાં રમવા માટે ભારતીય ક્રિકેટ છોડી દીધું છે.
BCC ના નિયમો અનુસાર, ભારતીય ક્રિકેટરો નિવૃત્તિ પછી જ વિદેશી લીગમાં રમી શકે છે.
કેસી કરિયપ્પા ઘરેલુ ક્રિકેટમાં મિઝોરમ ટીમનો ભાગ હતો. કેસી કરિયપ્પાએ ૧૪ ફર્સ્ટ-ક્લાસ મેચોમાં ૭૫ વિકેટ અને ૨૦ લિસ્ટ A મેચોમાં ૨૪ વિકેટ લીધી હતી. તેણે ૫૮T20 મેચોમાં ૫૮ વિકેટ લીધી છે. તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં મિઝોરમ માટે વિજય હજારે ટ્રોફી રમી હતી. તેણે IPL માં કોલકાતા નાઈટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સનું પણ પ્રતિનિધિત્વ કર્યું છે.
જાે કે, તેને IPL માં વધારે તક મળી નહોતી. તેણે ૨૦૧૫માં KKR માટે તેની પહેલી સીઝન રમી હતી, પરંતુ તેને ફક્ત એક જ મેચ રમવાની તક મળી હતી. ત્યારબાદ તેણે આગામી બે સીઝન પંજાબ કિંગ્સ સાથે વિતાવી, જ્યાં તેણે ૯ મેચમાં ૭ વિકેટ લીધી. તે IPL ૨૦૧૯માં KKR માં પાછો ફર્યો પરંતુ ફક્ત એક જ મેચ રમ્યો. તે પછી તેને ફરી ક્યારેય IPL માં રમવાની તક મળી નહીં.
કેસી કરિયપ્પાને ૨૦૧૫માં કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા ૨.૪ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, ત્યારે તે ચર્ચામાં આવ્યો હતો. કરિયપ્પાને ફક્ત એક મેચ પછી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, જેમાં તેણે એબી ડી વિલિયર્સને આઉટ કર્યો હતો. ૨૦૧૬માં તેને કિંગ્સ ઠૈં પંજાબ દ્વારા ૮૦ લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.




