
ડિસેમ્બરમાં ચાંદીના ભાવમાં ૨૫,૩૮૧ રૂપિયાનો વધારા.ચાંદીની કિંમત રૂ. ૨ લાખને પાર, સોનું પણ ચમક્યું!.ચાંદીની કિંમતોમાં આજે ૧૭,૦૦૦ હજારનો વધારો થયા.દેશના વાયદા બજાર કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીની કિંમતમાં નવો રેકોર્ડ નોંધાયો છે. ચાંદીની કિંમતો રૂપિયા બે લાખને પાર પહોંચી ગઈ છે, જ્યારે સોનાના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે.
એક્સચેન્જ પર ચાંદીની કિંમતોમાં આજે ૧૭,૦૦૦ હજાર રૂપિયાનો વધારો થયો છે. એક્સચેન્જ પર ચાંદીની કિંમતોની શરૂઆત ૨૦૦૦ રૂપિયાના ઘટાડા સાથે શરૂ થઈ હતી.
જાેકે બપોર બાદ સોના અને ચાંદીની કિંમતોમાં ધરખમ વધારો જાેવા મળ્યો છે.
મલ્ટી કોમોડિટી એક્સ પર ચાંદીની કિંમતે રૂપિયા બે લાખને પાર પહોંચી ગઈ છે. MCX ના ડેટા મુજબ, કારોબારી સત્ર દરમિયાન ચાંદીની કિંમતો ૧૪૨૦ રૂપિયા વધીને ૨,૦૦,૩૬૨ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે અત્યાર સુધીનો હાઈએસ્ટ રેકોર્ડ છે.
આમ તો આજે સવારે ચાંદીની કિંમતો ૧૯૮૪ના ઘટાડા સાથે ૧,૯૬,૯૫૮ રૂપિયા પર ઓપન થઈ હતી. જ્યારે આજના દિવસના કારોબારમાં તેનો સૌથી ઓછો ભાવ ૧,૯૬,૯૫૮ પર પહોંચ્યો હતો.
એટલે કે ચાંદીના ભાવમાં આજના ઘટાડાથી લઈને માર્કેટ બંધ થવા સુધીમાં ભાવમાં ૩૪૦૫ રૂપિયાનો ઉછાળો જાેવા મળ્યો છે. નવેમ્બરના છેલ્લા કારોબારના દિવસે ચાંદીનો ભાવ ૧,૭૪,૯૮૧ રૂપિયા નોંધાયો હતો. જાેકે ડિસેમ્બરમાં આજની તારીખ સુધીમાં તેના ભાવમાં ૨૫,૩૮૧ રૂપિયાનો વધારો થયો છે.
ચાંદીની સાથે સોનાની કિંમતમાં પણ નવો રેકોર્ડ નોંધાયો છે. MCX ના ડેટા મુજબ, આજે સોનાના ભાવમાં ૧૬૪૨ રૂપિયાનો વધારો થયા બાદ કિંમત ૧,૩૪,૧૧૧ પર પહોંચી ગઈ છે. સવારે માર્કેટ ખુલતી વખતે સોનાની કિંમતમાં સામાન્ય ઘટાડો થયો હતો અને કિંમત ૧,૩૨,૪૪૨ રૂપિયા પર ઓપન થઈ હતી. આમ ડિસેમ્બર મહિનામાં સોનાની કિંમતમાં ૩૬૪૯ રૂપિયાનો વધારો થયો છે.
જાણકારોનું કહેવું છે કે, અમેરિકન ફેડરલ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડો કર્યો છે, જ્યારે સોના-ચાંદીની જેટલી ડિમાન્ડ છે, તેટલો પુરવઠો મળી રહ્યો નથી. આ ઉપરાંત અમેરિકાએ મેક્સિકો પર ૫૦ ટકા ટેરિફ ઝિંકી દીધો છે. આ કારણોસર સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો થયો છે.
રિપોર્ટ મુજબ ચાંદીના ભાવ વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ મહિનાની અંદર ૨.૫૦ લાખ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે.




