
સોનાનો વાયદો ઘટીને રૂ.1.51 લાખ અને ચાંદીનો વાયદો ઘટીને રૂ.2.29 લાખના સ્તર સુધી ગબડ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.2નો મામૂલી સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.27646.12 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.228553.48 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20618.94 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37388 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.256200.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.27646.12 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.228553.48 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 37388 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2688.37 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20618.94 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.153551ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.153959 અને નીચામાં રૂ.151244ના મથાળે અથડાઈ, રૂ.154760ના આગલા બંધ સામે રૂ.1802 ઘટી રૂ.152958 થયો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.1238 ઘટી રૂ.124845ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.197 ઘટી રૂ.15631ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1853 ઘટી રૂ.151024ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.154529ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.154724 અને નીચામાં રૂ.152000ના સ્તરને સ્પર્શી, રૂ.155220ના આગલા બંધ સામે રૂ.2082 ઘટી રૂ.153138 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.235207ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.237720 અને નીચામાં રૂ.229352ના મથાળે અથડાઈ, રૂ.239891ના આગલા બંધ સામે રૂ.7453 ઘટી રૂ.232438ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.7397 ઘટી રૂ.235834ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.7328 ઘટી રૂ.235924ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 4731.62 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ.31.05 ઘટી રૂ.1167ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત ફેબ્રુઆરી વાયદો રૂ.1.7 ઘટી રૂ.319.45ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 95 પૈસા ઘટી રૂ.306.75ના સ્તરે પહોંચ્યો હતો. સીસું ફેબ્રુઆરી વાયદો 50 પૈસા ઘટી રૂ.187.45ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2233.00 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ફેબ્રુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3447ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3495 અને નીચામાં રૂ.3403ના મથાળે અથડાઈ, રૂ.41 વધી રૂ.3473ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.5772ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5808 અને નીચામાં રૂ.5713ના સ્તરને સ્પર્શી, રૂ.5791ના આગલા બંધ સામે રૂ.2 વધી રૂ.5793 થયો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.5 વધી રૂ.5795ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.6.8 વધી રૂ.286.3 થયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.6.8 વધી રૂ.286.2 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.960.8ના ભાવે ખૂલી, 40 પૈસા વધી રૂ.960.5 થયો હતો. કોટન ફેબ્રુઆરી વાયદો રૂ.10 ઘટી રૂ.25650ના સ્તરે પહોંચ્યો હતો. એલચી ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.2597ના ભાવે ખૂલી, કોઈ ફેરફાર વગર રૂ.2592ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 11652.40 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 8966.54 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 4112.76 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 327.60 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 22.90 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 259.96 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 14.08 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 842.14 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1376.78 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.87 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.32 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.36 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 8733 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 61872 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 33293 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 437715 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 61344 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 8541 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 19712 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 65304 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1497 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 19984 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 21739 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 36900 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 37599 પોઇન્ટના સ્તર અને નીચામાં 36900 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 575 પોઇન્ટ ઘટી 37388 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.1 ઘટી રૂ.59.8 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.85 વધી રૂ.15.85ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.445.5 ઘટી રૂ.1022.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.240000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.3867.5 ઘટી રૂ.7625 થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.8.79 ઘટી રૂ.10.2ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.4.71 ઘટી રૂ.3.65 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.2.65 ઘટી રૂ.60.6ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.9 વધી રૂ.11.6 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.368.5 ઘટી રૂ.788.5 થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.240000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.4249 ઘટી રૂ.3938ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.11.9 ઘટી રૂ.16.8ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.6 ઘટી રૂ.9.15 થયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.120.5 વધી રૂ.1980 થયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.379.5 વધી રૂ.1897.5ના ભાવે બોલાયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.73 વધી રૂ.4.8ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 20 પૈસા ઘટી રૂ.0.9 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.13.05 ઘટી રૂ.17.85ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.55 ઘટી રૂ.9.3ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.632.5 વધી રૂ.2755ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.230000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1087 વધી રૂ.3630.5 થયો હતો.




