
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિ. (એમસીએક્સ)એ એક પરિપત્ર મારફત જણાવ્યા મુજબ એક્સચેન્જના પ્લેટફોર્મ પર ગોલ્ડ ટેન (10 ગ્રામ)નાં ત્રણ કોન્ટ્રેક્ટ્સ વાયદાનાં કામકાજ માટે મંગળવાર, 1લી એપ્રિલ, 2025થી ઉપલબ્ધ બનશે. ગોલ્ડ ટેનના આ કોન્ટ્રેક્ટ્સમાં એપ્રિલ 2025, મે 2025 અને જૂન 2025 કોન્ટ્રેક્ટ્સનો સમાવેશ થાય છે.
ગોલ્ડ ટેન વાયદાનાં કોન્ટ્રેક્ટના ધારાધોરણો પર એક નજર નાખીએ તો, આ કોન્ટ્રેક્ટનું ટ્રેડિંગ યુનિટ 10 ગ્રામનું રહેશે, જ્યારે ક્વોટેશન/બેસ વેલ્યુ 10 ગ્રામની રખાઈ છે. આ કોન્ટ્રેક્ટમાં પ્રાઇસ ક્વોટ એક્સ-અમદાવાદ (તમામ કરવેરા અને આયાત ડ્યૂટી, કસ્ટમ્સ સંબંધિત લેવીઝ સહિત, પરંતુ જીએસટી, કોઈપણ અન્ય વધારાના ટેક્સ, સેસ, ઓક્ટ્રોય અથવા સરચાર્જ જો લાગુ હોય તો, તે સિવાય) રહેશે. ઓર્ડર માટે મહત્તમ પ્રમાણ 10 કિલોનું રાખવામાં આવ્યું છે. ટિક સાઇઝ (લઘુત્તમ ભાવ વધઘટ) 10 ગ્રામદીઠ રૂ.1ની છે. પ્રારંભિક માર્જિન લઘુત્તમ 6 ટકા અને સ્પાનની ગણતરી આધારિત, એ બંનેમાંથી જે વધુ હોય તે રખાયું છે, જ્યારે એક્સ્ટ્રીમ લોસ માર્જિન લઘુત્તમ 1 ટકાનું છે.
આ કોન્ટ્રેક્ટમાં ડિલિવરીનું યુનિટ 10 ગ્રામ અને તેના ગુણાંકમાં રાખવામાં આવ્યું છે. ડિલિવરી કેન્દ્રોમાં અમદાવાદ ખાતે નિયુક્ત કરાયેલા ક્લિયરિંગ હાઉસ સુવિધાઓ અને વધારાના ડિલિવરી કેન્દ્રોમાં નવી દિલ્હી અને મુંબઈ રાખવામાં આવેલા છે. ડિલિવરીનું લોજિક ફરજિયાત ડિલિવરી રખાયું છે.
એમસીએક્સ પર બુધવારે સાંજે 5-30 વાગ્યા સુધીમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.76771.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.13580.13 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.63189.24 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 21172 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.979.4 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.9775.26 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.88796ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.89014 અને નીચામાં રૂ.88511ના મથાળે અથડાઈ, રૂ.88726ના આગલા બંધ સામે રૂ.20 ઘટી રૂ.88706ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.24 વધી રૂ.72203 થયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.17 વધી રૂ.9052 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ કોઈ ફેરફાર વગર રૂ.88660ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.101300ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.101469 અને નીચામાં રૂ.100181ના મથાળે અથડાઈ, રૂ.101269ના આગલા બંધ સામે રૂ.389 ઘટી રૂ.100880 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.413 ઘટી રૂ.100752ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.446 ઘટી રૂ.100733ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.2561.03 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.5788ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5789 અને નીચામાં રૂ.5717ના સ્તરને સ્પર્શી, રૂ.5796ના આગલા બંધ સામે રૂ.19 ઘટી રૂ.5777ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.28 ઘટી રૂ.5770ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.4.9 વધી રૂ.360.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.5.1 વધી રૂ.360.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.936.2ના ભાવે ખૂલી, 30 પૈસા ઘટી રૂ.931.5ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ.120 વધી રૂ.53020ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 21045 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 34386 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9064 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 114758 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 24157 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 35218 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 128661 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 11633 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 18086 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો 21261 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21261 પોઇન્ટના સ્તર અને નીચામાં 21172 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 37 પોઇન્ટ ઘટી 21172 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.14.6 ઘટી રૂ.191.6 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.8 વધી રૂ.10.2ના ભાવે બોલાયો હતો.
સોનું માર્ચ રૂ.89000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.41 ઘટી રૂ.546ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.101000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.382.5 ઘટી રૂ.2889.5ના ભાવે બોલાયો હતો. તાંબું માર્ચ રૂ.910ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 35 પૈસા વધી રૂ.4.62 થયો હતો. જસત માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 26 પૈસા ઘટી રૂ.0.96 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.7800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 65 પૈસા ઘટી રૂ.7.8ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.8 વધી રૂ.10.2 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ.89000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.22.5 ઘટી રૂ.540ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.245 ઘટી રૂ.1425.5 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.11 વધી રૂ.213ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 90 પૈસા ઘટી રૂ.6.95 થયો હતો.
સોનું માર્ચ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.16.5 ઘટી રૂ.400.5 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.156.5 વધી રૂ.2666 થયો હતો. તાંબું માર્ચ રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.13 ઘટી રૂ.2.09ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.6 ઘટી રૂ.2.89 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.11.85 વધી રૂ.168.9 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 80 પૈસા ઘટી રૂ.7ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.9 ઘટી રૂ.436.5 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.146 વધી રૂ.2575.5ના ભાવે બોલાયો હતો.
