
મૂળ આ ભૂમિકા જાહ્નવી કપૂર કરવાની હતી દોસ્તાના ટુમાં ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા વર્લ્ડ સિની શેટ્ટી હિરોઈન બનશે કેટલાંક વર્ષ પહેલાં કરણ જાેહરે મૂળ કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂર સાથે આઈ ફિલ્મ બનાવવાનું શરુ કર્યું હતું.
કરણ જાેહરની ‘દોસ્તાના ટુ’માં હિરોઈન તરીકે ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા વર્લ્ડ સિની શેટ્ટીની પસંદગી કરાઈ છે. આ ફિલ્મથી તે બોલિવુડ ડેબ્યૂ કરશે.કેટલાંક વર્ષ પહેલાં કરણ જાેહરે મૂળ કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂર સાથે આઈ ફિલ્મ બનાવવાનું શરુ કર્યું હતું. જાેકે, કરણ અને કાર્તિક વચ્ચે મતભેદો થતાં કરણે કાર્તિકને ફિલ્મમાંથી હાંકી કાઢ્યો હતો અને ફિલ્મ બંધ કરી દીધી હતી. હવે તેણે આ પ્રોજેક્ટ ફરી રિવાઈવ કર્યાે છે.
આ ફિલ્મમાં વિક્રાંત મેસી અને લક્ષ્ય મુખ્ય રોલમાં જાેવા મળવાના છે જ્યારે અભિનેત્રી તરીકે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા વર્લ્ડ સિની શેટ્ટીની એન્ટ્રી થઇ ગઇ છે.હિરોઈન તરીકે અગાઉ પ્રતિભા રાન્ટાનું નામ ચર્ચાયું હતું. જાેકે, મિસ વર્લ્ડ ૨૦૨૩માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી સિની શેટ્ટીને હવે આ રોલ મળ્યો છે.




