
ઇન્ડસ્ટ્રી આઘાતમાં જન્મદિવસના પાંચ દિવસ પહેલાં ૩૬ વર્ષની અભિનેત્રીએ દુનિયાને કરી અલવિદા વર્ષ ૧૯૯૮માં ‘ધ ઑબ્જેક્ટ ઑફ માય અફેક્શન’ ફિલ્મથી તેમણે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યાે હતો હજુ ગઈકાલે બોલીવુડની ઉભરતી અભિનેત્રીના નિધનના સમાચારને ૨૪ કલાક થયા નથી ત્યાં હોલીવુડની જાણીતી અભિનેત્રીના નિધને દુનિયાને ચોંકાવી છે. ‘હીરોઝ’ અને ‘નૅશવિલ’ જેવી જાણીતી સિરીઝથી લોકપ્રિય બનેલી હોલીવુડની અભિનેત્રી હેડન પેનેટિયેરનું ૩૬ વર્ષની વયે નિધન થયું છે. તેના નિધનના સમાચાર ૧૬ ઓગસ્ટે સામે આવ્યા હતા, જ્યારે તેનો ૩૭મો જન્મદિવસ માત્ર પાંચ દિવસ બાદ ૨૧ ઓગસ્ટે આવવાનો હતો. તેના નિધનની સત્તાવાર પુષ્ટિ તેમના પિતા સ્કિપ પેનેટિયેરે કરી હતી. તેના મૃત્યુનું કારણ હાલમાં જાહેર કરવામાં આવ્યું નથી. હેડનના પિતાએ પત્રકારો સાથે વાત કરતાં પરિવાર વતી ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અત્યંત દુ:ખ સાથે તેઓ પોતાની પ્રિય હેડનના નિધનની જાણ કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર હેડન એક અદભુત વ્યક્તિ હતી અને તેણે પોતાના જીવનમાં મળેલા લોકો ઉપરાંત પડદા પર તેને જાેનારા લાખો લોકોના જીવનમાં પ્રેમ અને ખુશીઓ ભરી હતી. પરિવારે આ મુશ્કેલ સમયમાં લોકો તેમના ખાનગી જીવનનું સન્માન કરે અને ગોપનીયતા જાળવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.હેડન પેનેટિયેરનું મનોરંજન જગત સાથેનું જાેડાણ બાળપણથી જ શરૂ થઈ ગયું હતું. માત્ર ૧૧ મહિનાની ઉંમરે તેઓ એક રમકડાની જાહેરાતમાં જાેવા મળ્યાં હતાં. ત્યાર બાદ તેમણે બાળ કલાકાર તરીકે અનેક જાહેરાતોમાં કામ કર્યું હતું.વર્ષ ૧૯૯૮માં ‘ધ ઑબ્જેક્ટ ઑફ માય અફેક્શન’ ફિલ્મથી તેમણે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યાે હતો. આ ફિલ્મમાં તેમનો નાનો રોલ હતો. ત્યારબાદ તેમણે ટેલિવિઝન અને ફિલ્મોમાં સતત કામ કર્યું અને વર્ષ ૨૦૦૬માં આવેલી ટેલિવિઝન સિરીઝ ‘હીરોઝ’થી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ઓળખ મળી. ‘હીરોઝ’માં ક્લેર બેનેટના પાત્રે તેમને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવ્યાં હતાં.




