
આમિર ખાન પરિવારને યાદ કરીને સ્ટેજ પર ભાવુક થયા ૩૦ વર્ષ કામ પાછળ દોડ્યો, પરિવારને સમય ન આપી શક્યો: આમિર ખાન સિંગાપોર ફિલ્મ ફેસ્ટિવલમાં કોવિડ દરમિયાન થયેલા આત્મમંથનને યાદ કરી રડી પડ્યા, બાળકો મોટાં થઈ ગયાનો અફસોસ વ્યક્ત કર્યાે બોલિવૂડ અભિનેતા આમિર ખાન સિંગાપોર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના ૩૦ વર્ષના ફિલ્મી કરિયર અને પરિવાર સાથેના સંબંધો વિશે વાત કરતાં ભાવુક થઈ ગયા હતા. તેમણે સ્વીકાર્યું કે ફિલ્મોમાં સતત વ્યસ્ત રહેવાને કારણે તેઓ પરિવાર સાથે પૂરતો સમય વિતાવી શક્યા નહીં. કોવિડ-૧૯ મહામારી દરમિયાન તેમને પહેલી વાર અહેસાસ થયો કે કામ પાછળની દોડમાં જીવનનાં કેટલાંક મહત્ત્વનાં વર્ષાે પસાર થઈ ગયાં છે.આમિર ખાને કહ્યું કે કોવિડ દરમિયાન જ્યારે તેઓ શાંતિથી બેસીને પોતાના જીવન વિશે વિચારી રહ્યા હતા, ત્યારે તેમને સમજાયું કે જીવનનાં લગભગ ૩૦ વર્ષ કામમાં જ પસાર થઈ ગયાં છે. એક કે બે વર્ષ અથવા વધુમાં વધુ પાંચ વર્ષ સુધી કોઈ કામ પાછળ સંપૂર્ણ રીતે સમર્પિત રહેવું સમજી શકાય, પરંતુ ૩૦ વર્ષ સુધી સતત એવું જ ચાલે તો તેની અસર અંગત સંબંધો પર પડે છે. આમિરે કહ્યું કે આ સમયગાળા દરમિયાન તેમનાં બાળકો મોટાં થઈને પુખ્ત વયનાં થઈ ગયાં હતાં. ત્યારે તેમને પરિવાર સાથે સમય ન વિતાવી શકવાનો અને સંબંધોમાંથી ઘણું ગુમાવ્યાનો ઊંડો અહેસાસ થયો હતો. આ વાત કરતાં આમિરની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. જાેકે, તેમણે રાહત વ્યક્ત કરતાં કહ્યું કે આ અહેસાસ તેમને ૫૬ વર્ષની ઉંમરે થયો, ૮૬ વર્ષની ઉંમરે નહીં. તેમના મતે, જાે આ સમજણ જીવનમાં બહુ મોડેથી આવી હોત, તો ઘણું બધું સુધારવા માટે સમય જ ન રહ્યો હોત.આમિર ખાને પોતાની કારકિર્દીના શરૃઆતના દિવસો પણ યાદ કર્યા હતા. વર્ષ ૧૯૮૮માં આવેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ની સફળતા પછી તેમણે માત્ર છ મહિનામાં નવ ફિલ્મો સાઇન કરી લીધી હતી. શરૃઆતમાં આ મોટી તક લાગી હતી, પરંતુ પછી કામનો બોજ વધવા લાગ્યો હતો. એક પછી એક ફિલ્મો બોક્સ ઑફિસ પર નિષ્ફળ જતાં આમિર પર અપેક્ષાઓનું દબાણ વધ્યું હતું. તેમને ડર લાગતો હતો કે લોકો તેમને માત્ર એક સફળ ફિલ્મ આપનાર અભિનેતા તરીકે જ યાદ રાખશે.આમિરે જણાવ્યું હતું કે તે સમયે તેઓ માનસિક અને ભાવનાત્મક રીતે જાણે કોઈ દલદલમાં ફસાઈ ગયા હોય એવું અનુભવતો હતો. તેમાંથી બહાર નીકળવા જેટલો વધુ પ્રયાસ કરતો, એટલો જ ઊંડા ફસાતો જતો હોવાનો અનુભવ થતો હતો. એક પછી એક ફિલ્મો નિષ્ફળ જતાં તે ઘરે જઈને પહેલી પત્ની રીના દત્તા સામે રડી પડયાનો પણ દાવો કર્યાે હતો.




