
રણવીરસિંહની છેલ્લી ફિલ્મ ધુરંધરમાં જાેવા મળ્યો હતો.પેટર્નીટી બ્રેક બાદ ફરી રણવીર પ્રલય માટે શૂટિંગ કરશે.મુંબઇમાં ૨૭ ઓક્ટોબરથી યોજાનારા થોડા અઠવાડિયાના શૂટિંગમાં રણવીરસિંહ સામેલ થશ.૧૯ સપ્ટેમ્બરે બીજી પુત્રીના જન્મ બાદ પેટર્નિટી બ્રેક લેનારો રણવીર સિંહ હવે તેની આગામી ફિલ્મ ‘પ્રલય’નું શૂટિંગ ફરી શરુ કરશે. મુંબઇમાં ૨૭ ઓક્ટોબરથી યોજાનારા થોડા અઠવાડિયાના શૂટિંગમાં રણવીરસિંહ સામેલ થશે. એ પછી ફિલ્મનું શૂટિંગ ૨૦૨૭માં થશે.મૂળ તો રણવીરસિંહ દિવાળી સુધી સળંગ શૂટિંગ કરવાનો હતો પણ સપ્ટેમ્બરમાં ફરી પિતા બનવા સાથે તેણે પેટર્નિટી લીવ લેતાં શૂટિંગને એ પ્રમાણે ગોઠવવામાં આવ્યું હતું. ફિલ્મને ઓસ્ટ્રેલિયામાં શૂટ કરવાનું આયોજન હતું પણ રણવીર સિંહ અને દિપિકા પદુકોણને બીજું બાળક આવવાનું હોઇ નિર્માતાએ આ સમયગાળામાં પ્રોડકશન મુંબઇ ખસેડયુ હતું. હવે રણવીર ઓક્ટોબરમાં પ્રલય ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરશે. જય મહેતા ર્નિદેશિત પ્રલય ફિલ્મનું નિર્માણ બિરલા સ્ટુડિયોઝ, હંસલ મહેતા, સાહિલ સાઇગલ અને રણવીરસિંહ મળીને કરી રહ્યા છે.રણવીરસિંહની છેલ્લી ફિલ્મ ધુરંધરને જાેરદાર સફળતા મળ્યા બાદ રજૂ થનારી તેની બીજી ફિલ્મ હોઇ લોકોની અપેક્ષા મોટી રહેશે.




