
‘ભૂત બંગલા’ ૧૭ એપ્રિલે રિલીઝ થઈ હતી અક્ષયની ‘ભૂત બંગલા’નું ૨૪ કરોડથી ઓપનિંગ, ‘ભૂલ ભુલૈયા-૨’ને પાછળ છોડી ‘ભૂત બંગલા’ને વિદેશમાં બહુ મોટી સફળતા મળી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ૫૫૦૦૦૦ ડોલર જેટલી કમાણી થઈ અક્ષય કુમારની ભૂત બંગલા રિલીઝ થઈ ચૂકી છે. અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ‘ભૂત બંગલા’ સાથે ફરી જાેડીએ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે, પહેલા દિવસનું વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ કલેક્શન સારું મળ્યું છે. આ હોરર-કોમેડીએ ભારતમાં મજબૂત શરૂઆત કરી છે અને તેના ઓપનિંગ દિવસોમાં વિદેશમાં પણ સારી કમાણી કરી રહી છે. ફિલ્મે તેના જાેનર માટે મજબૂત ઓપનિંગ નોંધાવ્યું છે, કેટલીક મોટી હિટ્સને પાછળ મૂકી છે, પરંતુ ટોચ સુધી પહોંચી શકી નથી.‘ભૂત બંગલા’ ૧૭ એપ્રિલે રિલીઝ થઈ હતી અને તેનાં પહેલાંની રાત્રે પેઈડ પ્રિવ્યૂઝ હતા. અક્ષય કુમારની આ ફિલ્મે પેઈડ પ્રિવ્યૂઝમાં આશાસ્પદ પ્રદર્શન કર્યું અને ભારતમાં ૩.૫૦ કરોડ નેટ કમાણી કરી છે.
રિલીઝના દિવસે, સકારાત્મક પ્રતિસાદના કારણે, ફિલ્મે ૧૨.૨૫ કરોડની કુલ કમાણી કરી છે, જેનાથી તેની ઓપનિંગ દિવસની કુલ કમાણી ૧૫.૭૫ કરોડ સુધી પહોંચી ગઈ છે. સવારના શોમાં લગભગ ૧૦ ટકા જેટલી જ દર્સકોની હાજરી જાેવા મળી હતી, પરંતુ વર્ડ ટુ વર્ડ પબ્લિસિટી વધતા રાત્રે તે દર્શકોની હાજરી ૩૦%થી વધુ થઈ ગઈ હતી. આથી આશા છે કે વીકેન્ડમાં ફિલ્મ ખૂબ જ મજબૂત ઉછાળો લાવી શકે છે અને ભારતમાં જ કમાણીમાં વધારો જાેવા મળી શકે છે.‘ભૂત બંગલા’ને વિદેશમાં બહુ મોટી સફળતા મળી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ૫૫૦૦૦૦ ડોલર જેટલી કમાણી થઈ છે. આથી ફિલ્મનું પ્રથમ દિવસનું વૈશ્વિક કલેક્શન ૨૪ કરોડે પહોંચ્યુ છે. ‘ભૂત બંગલા’ હવે બોલિવૂડની હોરર-કોમેડી ફિલ્મોની યાદીમાં ટોચ પર પહોંચવાની નજીક છે. આ જાેનર, સ્ત્રીથી લોકપ્રિય બન્યો, તેને ભૂલ ભુલૈયા સિક્વલ્સ અને સ્ત્રી ૨ની સફળતાથી મોટું બોક્સ ઓફિસ બૂસ્ટ મળ્ય્યું છે.આ શ્રેણીમાં આવેલી, ‘ભૂત બંગલા’એ ભૂલ ભુલૈયા૨ના ઓપનિંગને પાછળ છોડી દીધું છે. કાર્તિક આર્યન સ્ટારર આ ફિલ્મે ૨૦૨૨માં ૨૧ કરોડનું ઓપનિંગ કર્યું હતું. પરંતુ પ્રિયદર્શનની આ ફિલ્મ ભૂલ ભુલૈયા૩થી પાછળ છે, જેણે તેના ઓપનિંગ દિવસે ૫૩ કરોડની કમાણી કરી હતી. આ ઉપરાંત, ગયા વર્ષની થમ્માની ૩૧ કરોડની કમાણી કરતાં પણ પાછળ છે.સ્ત્રી ૨ હજી પણ હોરર-કોમેડી બોક્સ ઓફિસમાં ટોચ પર છે, જેણે ૨૦૨૪માં બધાં જ રેકોર્ડ તોડતાં ૮૦ કરોડનું ઓપનિંગ કર્યું હતું.પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત ‘ભૂત બંગલા’ હિન્દી ફિલ્મોમાં પાંચ વર્ષ પછી તેમની વાપસી છે. આ ફિલ્મમાં તેમણે અક્ષય કુમાર સાથે ૧૪ વર્ષ પછી કામ કર્યું છે. ફિલ્મમાં તબુ, વામિકા ગબ્બી, પરેશ રાવલ, રાજપાલ યાદવ, અસરાની અને મિથિલા પાલકર પણ મહત્વના રોલમાં છે.



