
ચેન્નઈમાં ૧૯૮૮માં પ્રોપર્ટી ખરીદી હતીે શ્રીદેવીએ ખરીદેલી પ્રોપર્ટી માટે બોની, જાહ્નવી હાઈકોર્ટમાં ૪.૭ એકર જમીન શ્રીદેવીએ ૧૯૮૮માં ખરીદી હતી હાલ ૩૭ વર્ષ પછી અચાનક એક મહિલા તથા તેના બે સંતાનોએ પ્રોપર્ટી પર દાવો કર્યાે છે ચેન્નઈમાં શ્રીદેવીના નામની પ્રોપર્ટી પર કેટલાક લોકોએ દાવો કરી દેતાં આ અંગે ચાલી રહેલા કાનૂની વિવાદમાં બોની કપૂર, જાહ્નવી કપૂર, તથા ખુશી કપૂર મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચ્યાં છે. આ ૪.૭ એકર જમીન શ્રીદેવીએ ૧૯૮૮માં ખરીદી હતી. પરંતુ તેના પર ચંદ્રબાનુ નામની એક મહિલા તથા તેનાં બે સંતાનોએ દાવો કર્યાે હતો. તેમણે ૨૦૨૫માં આ જમીન પર પોતાનો વારસાઈ હક્ક હોવાનું જણાવ્યું હતું.
બોની કપૂરે તેમના આ દાવા સામે સ્થાનિક કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ કોર્ટે તે ફગાવી દેતાં હવે બોનીએ હાઈકોર્ટનું શરણું લીધું છે. બોની કપૂર દ્વારા અગાઉ એવી દલીલ કરાઈ હતી કે તેમણે આ જમીન જેમની પાસેથી ખરીદી હતી તે પરિવારની વ્યક્તિએ એક પત્ની હયાત હોવા છતાં પણ બીજાં લગ્ન કર્યાં હતાં. આ બીજાં લગ્ન કરનારી પત્ની કે તેમના સંતાનોનો આ વ્યક્તિની વારસાઈ મિલ્કતો પર કોઈ હક્ક બનતો નથી. તેમણે ૧૯૮૮માં આ મિલ્કત માટે વેચાણ ખત રજિસ્ટર કરાવ્યું હતું અને તેનાં ૩૭ વર્ષ પછી અચાનક આ લોકોએ આ પ્રોપર્ટી પર દાવો માંડયો છે તે ખોટું છે.




