
રિલીઝ પહેલાં કોઈ BTS વિડિયો સોશિયલ મીડિયા પર નહીં આવે ‘ધુરંધર’ની મેકિંગ પણ સિનેમાઘરોમાં રિલીઝ થશે “ધુરંધર માટેનો ક્રેઝ એટલો વધારે છે કે નિર્માતાઓએ ફિલ્મનાં મેકિંગને પણ થિએટરમાં રિલીઝ કરવાનો ર્નિણય કર્યાે છે ફિલ્મમેકર આદિત્ય ધરની 2025 માં આવેલી ધુરંધર અને તેની સિક્વલ ધુરંધર: ધ રિવેન્જએ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ્સ તોડ્યા છે અને ભારતીય સિનેમામાં નવા લક્ષ્યો સ્થાપિત કરી દીધા છે.
હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મ ફરી એક નવો ઇતિહાસ રચવા જઈ રહી છે.માહિતી મુજબ, ધુરંધરનાં મેકિંગને પણ સિનેમાઘરોમાં રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે, જે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પહેલી વાર થશે. એક સુત્રના અનુસાર, “ધુરંધર માટેનો ક્રેઝ એટલો વધારે છે કે નિર્માતાઓએ ફિલ્મનાં મેકિંગને પણ થિએટરમાં રિલીઝ કરવાનો ર્નિણય કર્યાે છે. તમામ બિહાઇન્ડ ધ સીન ફૂટેજ અને કાસ્ટ ઇન્ટરવ્યુને જાેડીને એક ફુલ-લેન્થ ફીચર ફિલ્મ બનાવવામાં આવશે, જે ૨૦૨૬ના અંતે થિયેટરમાં રિલીઝ થશે. ત્યારબાદ તે OTT પ્લેટફોર્મ પર પણ આવશે.”સુત્રે એમ પણ કહ્યું કે, “રણવીર સિંહ, અર્જુન રામપાલ અને ડિરેક્ટર આદિત્ય ધર સહિતના બધા મોટા નામો હાલ કોઈ મીડિયા સામે નથી જઈ રહ્યા કે ઇટરવ્યુ નથી કરી રહ્યા, કારણ કે તેમના પ્રથમ ઇન્ટરવ્યુ આ BTS ફિલ્મનો જ ભાગ હશે, જે સીધું સિનેમાઘરોમાં આવશે. આ ભારતીય સિનેમામાં પ્રથમ વખત થઈ રહ્યું છે અને નિર્માતાઓ એ ધ્યાન રાખી રહ્યા છે કે ફિલ્મ રિલીઝ પહેલાં કોઈ BTS વિડિયો સોશિયલ મીડિયા પર ન આવે.” આદિત્ય ધર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પોતાની ટીમ માટે આભાર વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ ધ્યાન આપવાની વાત એ છે કે તેઓ માત્ર તસવીરો જ શેર કરે છે, વિડિયો નહીં. ત્યારે એવું માનવામાં આવે છે કે ફિલ્મના બધા વિડિયો ફૂટેજને આ ખાસ મેકિંગ ફિલ્મ માટે જ સાચવી રાખવામાં આવે છે.



