
હાલ રોશન પરિવારનું સંપૂર્ણ ધ્યાન ‘ક્રિશ-૪’ પર કેન્દ્રિત છે.‘કાબિલ-૨’ લખાઈ ગઈ છે અને આ વખતે વધુ ઘાતક છે : સંજય ગુપ્તા.ફિલ્મમેકરે ખાતરી આપી છે કે હૃતિક રોશન અને યામી ગૌતમ ધર અભિનીત ૨૦૧૭ની રિવેન્જ થ્રિલર ફિલ્મની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે.ફિલ્મમેકર સંજય ગુપ્તાએ ‘કાબિલ ૨’ને લઈને સોશિયલ મીડિયા પર ઊભી થયેલી ચર્ચા પર પ્રતિક્રિયા આપી છે. ૨૦૧૭માં આવેલી હૃતિક રોશન અને યામી ગૌતમ ધર અભિનીત ફિલ્મ ‘કાબિલ’ની સિક્વલ અંગે તેમણે તાજેતરમાં કરેલી એક પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર ઉત્સાહ છવાઈ ગયો હતો.આ ઉત્સાહ ત્યારે શરૂ થયો જ્યારે સંજય ગુપ્તાએ ડ (ટવીટર) પર એક ફેનના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ‘કાબિલ-૨’ તૈયાર છે અને વધુ ઘાતક છે. જાેકે આ ટવીટ બાદમાં ડિલીટ કરી દેવામાં આવી, પરંતુ તે પહેલાં તેના સ્ક્રીનશોટ્સ વાયરલ થઈ ગયા.
આ ભારે પ્રતિસાદ પર પ્રતિક્રિયા આપતાં સંજય ગુપ્તાએ જણાવ્યું, મારી ટવીટ એક અંગત મિત્રને મજાકમાં આપેલો જવાબ હતો. હકીકત એ છે કે હા, ‘કાબિલ-૨’ લખાઈ ગઈ છે અને આ વખતે તે ખરેખર ઘણી વધુ ઘાતક છે.પરંતુ હાલ રોશન પરિવારનું સંપૂર્ણ ધ્યાન ‘ક્રિશ-૪’ પર કેન્દ્રિત છે, જે મારી દૃષ્ટિએ પહેલી ત્રણ ફિલ્મો કરતાં પણ મોટી સાબિત થશે. ‘કાબિલ- ૨’ વિશે કંઈપણ, જાે અને જ્યારે થશે, ત્યારે તેનો સત્તાવાર એલાન માત્ર રાકેશજી જ કરશે.ફિલ્મમેકરે ખાતરી આપી છે કે હૃતિક રોશન અને યામી ગૌતમ ધર અભિનીત ૨૦૧૭ની રિવેન્જ થ્રિલર ફિલ્મની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે.




