
સુપરસ્ટાર રજનીકાંત માટે પોતાનો નિયમ તોડ્યો!.‘જેલર ૨’ ફિલ્મમાં વિજય સેતુપતિનો ખાસ કેમિયો.‘જેલર ૨’માં તેમનો રોલ નાનો હોવા છતાં ખાસ મહત્વ ધરાવે છે અને ફિલ્મની કહાણીમાં રસભર્યો વળાંક લાવશે.સુપરસ્ટાર રજનીકાંતની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘જેલર ૨’ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. આ ફિલ્મમાં દમદાર અભિનય માટે જાણીતા અભિનેતા વિજય સેતુપતિ ખાસ કેમિયો કરતા જાેવા મળશે. રસપ્રદ વાત એ છે કે વિજય સેતુપતિ સામાન્ય રીતે કેમિયો રોલ કરવાનું ટાળતા આવ્યા છે, પરંતુ આ ફિલ્મ માટે તેમણે પોતાનો નિયમ તોડ્યો છે.
વિજય સેતુપતિએ ખુલાસો કર્યાે છે કે રજનીકાંત પ્રત્યેની અપાર ઈજ્જત અને પ્રેમને કારણે તેમણે આ ફિલ્મ માટે હા પાડી. તેમણે જણાવ્યું કે રજનીકાંત માત્ર એક સુપરસ્ટાર જ નહીં, પરંતુ એક પ્રેરણા છે અને તેમની સાથે સ્ક્રીન શેર કરવી પોતે એક યાદગાર અનુભવ છે.તેમના કહેવા પ્રમાણે, ‘જેલર ૨’માં તેમનો રોલ નાનો હોવા છતાં ખાસ મહત્વ ધરાવે છે અને ફિલ્મની કહાણીમાં રસભર્યાે વળાંક લાવશે. આ સમાચાર બહાર આવતાં જ રજનીકાંતના ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે.ઉલ્લેખનીય છે કે ‘જેલર’ની પહેલી ફિલ્મને જબરદસ્ત સફળતા મળી હતી, અને હવે સીક્વલમાં રજનીકાંત સાથે વિજય સેતુપતિનો સમાવેશ ફિલ્મ માટે વધુ આકર્ષણ બની રહ્યો છે. હવે દર્શકો આતુરતાથી ‘જેલર ૨’ના રિલીઝની રાહ જાેઈ રહ્યા છે.




