
એકતા કપૂર દ્વારા કાસ્ટિંગમાં ફેરફાર રાગિણી થ્રીમાં આયુષ સાથે નરગિસ ફખરીની જાેડી હશે અગાઉ સાહિર રઝા આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના હતા. તેને બદલે હવે શશાંક ઘોષને ડિરેક્શન સોંપાયું છે એકતા કપૂરની સુપર નેચરલ થ્રીલર ‘રાગિણી થ્રી’માં હવે નરગિસ ફખરી તથા આયુષ શર્માની જાેડી જાેવા મળે તેવી સંભાવના છે. અગાઉ તમન્ના ભાટિયા ફિલ્મની મુખ્ય હિરોઈન હશે તેવી ચર્ચા હતી. જાેકે, હવે એકતા કપૂરે કાસ્ટિંગમાં ફેરફારો કર્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. નરગિસ ફખરીને છેલ્લાં કેટલાંક વર્ષાેથી બહુ જુજ ફિલ્મો મળે છે. આથી આ પ્રોજેક્ટમાં તેની એન્ટ્રી આશ્ચર્યજનક ગણાય છે. એક દાવા અનુસાર નરગિસ આ ફિલ્મમાં પોલીસ અધિકારીની ભૂમિકા ભજવવાની છે. એકતા કપૂરે આ પ્રોજેક્ટ શરુ કર્યા બાદ ડાયરેક્ટર પણ બદલી નાખ્યા છે. અગાઉ સાહિર રઝા આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના હતા. તેને બદલે હવે શશાંક ઘોષને ડિરેક્શન સોંપાયું છે.



