
(નીડર નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેગિંગની બનેલી ઘટના બાદ ભોગ બનનાર આશાસ્પદ યુવાન એવા મોડાસાના ડો. હર્ષ પંડ્યાએ કરેલી આત્મહત્યા માત્ર તબીબી જગત માટે કહેવાય એવી આ ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કરી તળિયા ઝાટક તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકાના કર્મચારી કોંગ્રેસના ગુજરાત પ્રદેશના મહામંત્રી અને સામાજિક કાર્યકર્તા શૈલેશભાઈ પાઠકે આ બાબતે ગુજરાતના માનનીય માન. મુખ્યમંત્રીશ્રી, ગાંધીનગર,સમાજ કલ્યાણ ખાતું,પોલીસ કમિશનરશ્રી તેમજ આરોગ્ય વિભાગ ગાંધીનગરને લેખિત આવેદન દ્વારા ફરિયાદ કરીને જણાવ્યું છે કે ડો. હર્ષ પંડ્યાની દુઃખદ ઘટના અંગે દોષિતો સહિત મેડિકલ કોલેજના ડીન, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, સુપ્રિન્ટેન્ડેન્ટ સામે પણ ગુન્હો દાખલ કરી પગલાં ભરવા જણાવ્યું છે.
વધુમાં તેઓ જણાવે છે કે ડો. હર્ષ પંડ્યાના બનાવમાં તેઓની ફરિયાદ પ્રત્યે જો સમયસર ધ્યાન આપવામાં આવ્યું હોત તો એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો ન હોત. આ બનાવમાં મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના HOD (હેડ ઓફ ડિપાર્ટમેન્ટ) તેમજ ડીન બંને સંયુક્ત રીતે જવાબદાર છે અને તેઓની સામે પણ દુષ્પ્રેરણા અને તેઓ સરકારી ફરજ બજાવવામાં નિષ્ફળતા અંગે ગુનો દાખલ કરી તેઓની પણ તાત્કાલિક ધરપકડ કરી ધડો બેસે તેવી શિક્ષા કરવાની પણ માંગ કરી છે. આ બાબતે પોલીસમાં પણ ગુનો દાખલ કરી જવાબદારોની તાત્કાલિક ધરપકડ કરવાની પણ માંગ કરી મૃતકને ન્યાય અપાવવા અપીલ કરી છે.




