
જાેકે, ચોક્કસ ડેડલાઈન આપી નથી ઈજા બાદ રશ્મિકા મંદાના ટૂંક સમયમાં ફરી શૂટિંગ શરૂ કરશે માયસા ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રજૂ કરવાનો પ્લાન હતો પરંતુ હવે રશ્મિકાએ બ્રેક લાગતાં તેની રીલિઝ ડેટ બદલાઈ શકે છે રશ્મિકા મંદાનાને તેની મહત્વની ફિલ્મ ‘માયસા’ માટે શૂટિંગ કરતી વખતે જમણાં પગનો સ્નાયુ ખેંચાઇ જતાં તે હાલ આરામ કરી રહી છે. રવિવારે તેણે એક પોસ્ટ મુકી જણાવ્યું હતું કે હું ટૂંક સમયમાં કામ પર પાછી આવી જવાની છું. જાેકે, રશ્મિકાએ પોતાને સેટ પર પાછા ફરવામાં કેટલો સમય લાગશે તે ચોક્કસ કહ્યું નથી.રશ્મિકાએ સોશિયલ મિડિયા પોસ્ટ પર જે તસવીરો શેર કરી છે તેમાં તે પૂજા કરી રહી છે અને કુદરતી દશ્યોની મોજ માણી રહી છે તથા પઝલ્સ ભરી સમય પસાર કરી રહી છે. જુલાઇ ૨૦૨૫માં ‘માયસા’નો ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યો હતો જેમાં રશ્મિકા હાથમાં શસ્ત્ર સાથે લોહીથી લથપથ હાલતમાં કેમેરા સામે ઘૂરી રહી હોય તેવો સીન હતો.‘માયસા’માં રશ્મિકાની સાથે ગુરૂ સોમસુંદરમ અને ઇશ્વરી રાવ પણ મહત્વની ભૂમિકા કરી રહ્યા છે. માયસા ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રજૂ કરવાનો પ્લાન હતો પરંતુ હવે રશ્મિકાએ બ્રેક લાગતાં તેની રીલિઝ ડેટ બદલાઈ શકે છે.




