
ફિલ્મનું શૂટ જૂન કે જુલાઈ ૨૦૨૬થી શરૂ થશે.લોકેશ કનગરાજ અને અલ્લુ અર્જૂનની ફિલ્મમાં શ્રદ્ધા કપૂરની એન્ટ્રી થઈ શકે.શ્રદ્ધા કપૂરે છેલ્લે તે સ્ત્રી ૨માં જાેવા મળી હતી, તેમજ સાઉથ ની ફિલ્મ સાહો ફિલ્મમાં પ્રભાસ સાથે કામ કર્યું હતું.અલ્લુ અર્જૂન હવે લોકેશ કનગરાજ સાથે ફિલ્મ કરી રહ્યો હોવાના અહેવાલ છે, જેને હાલ પૂરતું AA23 નામ આપવામાં આવ્યું છે. મેકર્સ દ્વારા સોશિયલ મીડિયા પર એક ટીઝર શેર કરીને આ અંગે જાહેરાત પણ કરવામાં આવી હતી. ત્યારે હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરને લીડ રોલ માટે પસંદ કરવામાં આવી છે. જ્યારથી આ ફિલ્મ જાહેર થઈ ત્યારથી દર્શકોને આ ફિલ્મ અંગે ઘણી આતુરતા છે, ત્યારે શ્રદ્ધા કપૂર આ ફિલ્મમાં જાેડાવાની હોવાની વાતથી તે અંગેની ઉત્સુકતા વધી ગઈ છે.
૧૪ જાન્યુઆરીએ મકર સંક્રાંતિ નિમિત્તે મૈથ્રી મુવીઝ દ્વારા AA23નું ટીઝર શેર કરાયુ હતું. જેનાથી અંદાજ આવ્યો કે આ ફિલ્મ વાય રવિ શંકર અને નવીન યર્નેનીએ પ્રોડ્યુસ કરી છે અને તેનું સંગીત અનિરુદ્ધે આપ્યું છે. તેમાં અલ્લુ અર્જૂનની ઘોડા સાથેની ઝલક પણ જાેવા મળી હતી. ત્યાર પછી ડિરેક્ટર લોકેશ કનગરાજની સિંગ જેવી ગર્જની પણ સાંભળવા મળે છે. આ ફિલ્મને એલકે૦૭ પણ કહેવાય છે અને તેનું પ્રોડક્શન ૨૦૨૬ના પાછળના ભાગમાં શરૂ થશે. આ ક્લિપ શેર કરતા અલ્લુ અર્જૂને લખ્યું હતું, “હું કહું છું ૨૩. દોડધામમાં જઇ રહ્યા છે. લોકેશે મનમાં તો નક્કી કરી જ લીધું છે એ ગેરંટી છે. લોકેશ ગરુ સાથેની નવી સફર માટે ઉત્સુક છું. આ ફિલ્મ માટે રાહ નથી જાેવાતી.”એવી ચર્ચા છે કે આ ફિલ્મનું શૂટ જૂન કે જુલાઈ ૨૦૨૬થી શરૂ થશે, હાલ તેનું પ્રી પ્રોડક્શનનું કામ ચાલુ છે. આ ફિલ્મ માટે લોકેશ કનગરાજને ૭૫ કરોડ જેવી મોટી ફી મળી હોવાની પણ ચર્ચા છે. જ્યારે શ્રદ્ધા કપૂરની વાત કરવામાં આવે તો છેલ્લે તે સ્ત્રી ૨માં જાેવા મળી હતી, જાે સાઉથની ફિલ્મની વાત કરવામાં આવે તો તેણે ૨૦૧૯માં સાહો ફિલ્મમાં પ્રભાસ સાથે કામ કર્યું હતું.




