
‘કલ્કિ ૨’માં આલિયા અને સાઈ પલ્લવીની એન્ટ્રીની વાતને નાગ અશ્વિને માત્ર અટકળો ગણાવીનાગ અશ્વિનના આ નિવેદનથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે સુમતિનું પાત્ર સિક્વલમાં યથાવત રહેશે સુપરહિટ ફિલ્મ ‘કલ્કિ ૨૮૯૮ AD’ની સિક્વલને લઈને છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને દીપિકા પાદુકોણના ળેન્ચાઇઝીમાંથી બહાર નીકળ્યા બાદ ફિલ્મમાં તેનાં પાત્ર સુમતિની ભૂમિકા કોણ ભજવશે તે અંગે અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા અને ફિલ્મ ટ્રેડ વર્તુળોમાં આલિયા ભટ્ટ અને સાઈ પલ્લવીના નામો ચર્ચામાં હતાં. હવે આ મુદ્દે ફિલ્મના ડિરેક્ટર નાગ અશ્વિને પ્રથમવાર સ્પષ્ટતા કરી છે.દીપિકા પાદુકોણ અને પ્રોડ્યુસર વૈજયંતી મૂવીઝ વચ્ચેનું કોલબરેશન સમાપ્ત થયા બાદ સિક્વલમાં સુમતિના પાત્રનું શું થશે તે અંગે ચાહકોમાં ઉત્સુકતા વધી હતી. કારણ કે સુમતિ ‘કલ્કિ’ની સમગ્ર કથામાં અત્યંત મહત્વપૂર્ણ પાત્ર છે અને વાર્તાના કેન્દ્રમાં છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન નાગ અશ્વિને જણાવ્યું કે સુમતિનું પાત્ર સિક્વલમાં ચોક્કસપણે રહેશે. તેમણે કહ્યું, “અમારે ‘કલ્કિ ૨’માં સુમતિનું પાત્ર કોણ ભજવશે તેની જાહેરાત કરવાની હજુ બાકી છે. હાલમાં જે કંઈ ચર્ચાઓ ચાલી રહી છે તે માત્ર અટકળો છે. સુમતિનું પાત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને વાર્તામાંથી દૂર કરી શકાય તેમ નથી.”નાગ અશ્વિનના આ નિવેદનથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે સુમતિનું પાત્ર સિક્વલમાં યથાવત રહેશે, પરંતુ તે કોણ ભજવશે તેની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. દીપિકાના સ્થાને કોણ આવશે તે અંગે બે બાબતો ચર્ચામાં છે. એક તરફ એવી અટકળો છે કે આલિયા ભટ્ટ ફિલ્મમાં દીપિકાનું સ્થાન નહીં લે, પરંતુ સંપૂર્ણપણે નવા પાત્રમાં જાેવા મળશે. કેટલાક અહેવાલો અનુસાર તે વૈષ્ણો દેવીના પાત્રમાં દેખાઈ શકે છે, જે કલ્કિની પૌરાણિક કથાઓ સાથે જાેડાયેલું મહત્વપૂર્ણ પાત્ર માનવામાં આવે છે.બીજી તરફ, કેટલાક અહેવાલોમાં આલિયા ભટ્ટ અને સાઈ પલ્લવી બંનેને સીધા સુમતિના પાત્ર માટે સંભવિત વિકલ્પ તરીકે દર્શાવવામાં આવ્યા છે. કારણ કે સુમતિ કલ્કિની માતા તરીકે કથાના કેન્દ્રમાં છે, તેથી નિર્માતાઓ પાત્રનું સીધું રીકાસ્ટિંગ કરી શકે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. જાેકે નાગ અશ્વિનના તાજેતરના નિવેદન બાદ સ્પષ્ટ થયું છે કે આ તમામ અહેવાલો અને ચર્ચાઓની હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.



