
અગાઉના ત્રણ ભાગ સુભાષ કપૂર લિખિતે ર્નિદેશિત અર્શદ વારસીની જાેલી એલએલબીની પ્રિકવલનું ર્નિદેશન ઉમેશ શુક્લ કરે છે ગુજરાતી રંગભૂમિનો બહોળો અનુભવ ધરાવતાં ઉમેશ શુકલની ઓએમજી: ઓહ માય ગોડ અને ૧૦૨ નોટ આઉટ હિન્દીમાં સફળ રહી
જાેલી એલએલબી ળેન્ચાઇઝનો ચોથો ભાગ હાલ બની રહ્યો છે અને તેનું શૂટિંગ જાન્યુઆરી ૨૦૨૭માં પુરું કરી દેવામાં આવશે. આ ફિલ્મનું ર્નિદેશન ઓએમજી ફેમ ઉમેશ શુક્લ કરી રહ્યા છે. આ પ્રિક્વલ ફિલ્મમાં અર્શદ વારસીની સાથે સૌરભ શુકલાનું પણ પુનરાગમન થશે. અગાઉની ત્રણે જાેલી એલએલબી ફિલ્મોનું લેખન અને ર્નિદેશન સુભાષ કપૂરે કર્યું હતું. ૨૦૧૩માં આવેલી પહેલી જાેલી એલએલબીમાં જાેલીનું પાત્ર અર્શદ વારસીએ ભજવ્યું હતું. બીજી ફિલ્મમાં તે અક્ષય કુમારને ફાળે ગયું હતું.ત્રીજી ફિલ્મમાં જાેલી અર્શદ વારસી અને જગદીશશ્વર મિશ્રા એટલે કે અક્ષય કુમાર વચ્ચે કોર્ટમાં સામસામે તડાફડી જાેવા મળી હતી. હવે ફરી એકવાર અર્શદ વારસી જાેલી તરીકે મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે.ગુજરાતી રંગભૂમિનો બહોળો અનુભવ ધરાવતાં ઉમેશ શુકલની ઓએમજી: ઓહ માય ગોડ અને ૧૦૨ નોટ આઉટ હિન્દીમાં સફળ રહી છે. આ તેમની ત્રીજી હિન્દી ફિલ્મ બની રહેશે.




