
પૂર્વ પતિ યુઝવેન્દ્ર ચહલ વિશે ખુલ્લેઆમ વાત કરી.પોતાની ઈમેજ સાફ બતાવવા બીજાને નીચા બતાવવાના? : ધનશ્રી વમા.કોરિયોગ્રાફર અને અભિનેત્રી ધનશ્રી વર્મા હાલમાં રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’માં જાેવા મળી રહી છ,કોરિયોગ્રાફર અને અભિનેત્રી ધનશ્રી વર્મા હાલમાં રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’માં જાેવા મળી રહી છે. જ્યાં શોના તાજેતરના એપિસોડમાં તેણીએ તેના પૂર્વ પતિ યુઝવેન્દ્ર ચહલ વિશે ખુલ્લેઆમ વાત કરી. ધનશ્રીએ કહ્યું, ‘જાે હું ઇચ્છતી હોત તો હું ખોટું કહી શકતી હતી. પણ તમે બીજાઓને નીચે ખેંચીને શું બતાવવા માંગો છો.ધનશ્રીનો ગુસ્સો પૂર્વ પતિ યુઝવેન્દ્ર ચહલ પર હતો, ધનશ્રી વર્માએ શોમાં સ્પર્ધક સામે પોતાનું બધું દિલ ખોલી નાખ્યું. તેણીએ કહ્યું, “જાે તમે લગ્ન કરી રહ્યા છો, તો તમારા જીવનસાથીનો આદર પણ તમારા હાથમાં છે. જાે હું ઇચ્છતી હોત, તો હું ખોટી વાત કહી શકતી હતી. પરંતુ તે મારો પતિ હતો. હું લગ્ન સમયે પણ તેનો આદર કરતી હતી, અને અત્યારે પણ એવું કરવું જરૂરી છે કારણ કે હું એક સમયે તેની સાથે લગ્ન કરી ચૂકી હતી. અને જાે તમારે પોતાને સારા બતાવવા હોય, તો તમારા કામ દ્વારા તે બતાવો.ધનશ્રી અહીં અટકી ન હતી, તેણીએ આગળ કહ્યું, ‘બીજાઓને નીચે ખેંચીને તમારી છબી કેમ સાફ કરો.. ભલે તમે મારી સામે ગમે તેટલું નકારાત્મક પીઆર કરો. તે તમને કોઈ પણ રીતે મદદ કરશે નહીં. પરંતુ તેમનો વિચાર એ છે કે હું ગમે તેટલું ખરાબ કરું, લોકો મારા વિશે ખરાબ બોલશે નહીં. કેમ કે લોકો જાણે જ છે કે સત્ય શું છે. તમારા નિવેદનોથી તમે લોકોનો અભિપ્રાય બદલી શકો, પરંતુ સત્ય નહી.
