
‘રામબોલા’નું લેખન અને દિગ્દર્શન વિશાલ ચતુર્વેદી કરશે ‘હનુમાન અંશ’ બાદ હવે ‘રામબોલા’માં તુલસીદાસની કહાણી રજુ કરાશે ફિલ્મમાં તુલસીદાસના જીવનપ્રવાસને તેમના સંત અને કવિ તરીકેના વ્યક્તિત્વ સાથે જાેડીને રજૂ કરવામાં આવશે
‘હનુમાન અંશ’માં સાથે કામ કરી ચૂકેલા મહાવીર જૈન ફિલ્મ્સ અને લેખક-દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીએ હવે તેમની આગામી ફિલ્મ ‘રામબોલા’ની જાહેરાત કરી છે. ફિલ્મ મહાકવિ ગોસ્વામી તુલસીદાસના જીવન અને તેમની ભક્તિથી પરિવર્તન સુધીની સફર પર આધારિત હશે. ભારતીય સાહિત્ય અને આધ્યાત્મિક પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવતા તુલસીદાસની રચનાઓનો ભારતીય સંસ્કૃતિ પર લાંબા સમયથી પ્રભાવ રહ્યો છે.‘રામબોલા’નું લેખન અને દિગ્દર્શન વિશાલ ચતુર્વેદી કરશે. ફિલ્મમાં તુલસીદાસના જીવનપ્રવાસને તેમના સંત અને કવિ તરીકેના વ્યક્તિત્વ સાથે જાેડીને રજૂ કરવામાં આવશે. તેમની ભક્તિ, આધ્યાત્મિક પરિવર્તન અને સાહિત્યિક વારસો ફિલ્મની વાર્તાનો મુખ્ય આધાર બનશે.ફિલ્મનું નિર્માણ મહાવીર જૈન, વિશાલ ચતુર્વેદી, અમિત ઉપાધ્યાય અને રઘુવેન્દ્ર સિંહ કરી રહ્યા છે, જ્યારે મહાવીર જૈન ફિલ્મ્સ તેને પ્રસ્તુત કરશે.વિશાલ ચતુર્વેદીએ અગાઉ ‘હનુમાન અંશ’નું લેખન અને દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મમાં નીબ કરોલી બાબાના જીવન સાથે જાેડાયેલી કહાણી રજૂ કરવામાં આવી હતી. હવે વિશાલ ભારતીય સંત પરંપરા સાથે સંકળાયેલા વધુ એક આધ્યાત્મિક વ્યક્તિત્વ તુલસીદાસના જીવનને પડદા પર લાવવાની તૈયારીમાં છે.‘ રામબોલા’ દ્વારા નિર્માતાઓ તુલસીદાસના જીવન અને તેમની ભક્તિની ભારતીય સંત પરંપરામાં રહેલી અસરને સિનેમાના માધ્યમથી રજૂ કરવાનો પ્રયાસ કરશે.




