
ભ્રામક જાહેરાતવાળા કેસમાં.અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ ત્રીજી વખત વોરંટ જારી.આયોગે આ વખતે પોલીસ પ્રશાસનને કડક શબ્દોમાં ર્નિદેશ આપ્યા છે કે વોરંટના અમલમાં કોઈપણ પ્રકારની ઢીલાશ હોવી જાેઈએ નહીં.સલમાન ખાનના ભ્રામક જાહેરાતવાળા કેસમાં મોટું અપડેટ આવ્યું છે. જયપુર દ્વિતીય જિલ્લા ગ્રાહક આયોગે ભ્રામક જાહેરાત અને અદાલતી આદેશોની અવગણના કેસમાં સલમાન ખાન વિરુદ્ધ ત્રીજી વખત જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આયોગે આ વખતે પોલીસ પ્રશાસનને કડક શબ્દોમાં ર્નિદેશ આપ્યા છે કે વોરંટના અમલમાં કોઈપણ પ્રકારની ઢીલાશ હોવી જાેઈએ નહીં.
ગ્રાહક આયોગના અધ્યક્ષ ગ્યારસી લાલ મીણા, સભ્ય અજય કુમાર અને સુપ્રિયા અગ્રવાલની ખંડપીઠે આ બાબતને ગંભીરતાથી લેતા રાજસ્થાનના ડીજીપી ને તાત્કાલિક એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવાનાં ર્નિદેશ આપ્યા છે. આયોગે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે આ ટાસ્ક ફોર્સ ખાસ કરીને મુંબઈ જાય અને ત્યાં વ્યક્તિગત રીતે સલમાન ખાન પર વોરંટનો અમલ સુનિશ્ચિત કરે. આયોગે પોલીસને અલ્ટીમેટમ આપ્યું છે કે ૬ એપ્રિલના રોજ થનારી આગામી સુનાવણીમાં સલમાન ખાને કોર્ટમાં હાજર થવું જ પડશે.આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ફરિયાદી યોગેન્દ્ર સિંહ બડિયાલે રાજશ્રી પાન મસાલા કંપની અને તેના બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો કે ’કેસર યુક્ત ઈલાયચી’ અને ’કેસર યુક્ત પાન મસાલા’ ના નામે ભ્રામક અને સ્વાસ્થ્ય માટે હાનિકારક જાહેરાતો કરવામાં આવી રહી છે.




