
દેઓલ માટે ‘ગદર ૨’ અને ‘જાટ’ પછીની વધુ એક સફળતા .‘બોર્ડર ૨’એ વર્લ્ડવાઈડ ૪૨૨ કરોડની કમાણી સાથે પોતાની દોડ પૂરી કરી.ડિજિટલ રિલીઝ અને ‘ધુરંધર: ધ રિવેન્જ’નાં આગમન બાદ ફિલ્મની બોક્સ ઓફિસ પર દોડ હવે સમાપ્ત માનવામાં આવે છે.સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી અભિનિત વૉર ડ્રામા ‘બોર્ડર ૨’એ હવે પોતાની થિયેટ્રિકલ રન લગભગ પૂર્ણ કરી દીધી છે. ડિજિટલ રિલીઝ અને ‘ધુરંધર: ધ રિવેન્જ’નાં આગમન બાદ ફિલ્મની બોક્સ ઓફિસ પર દોડ હવે સમાપ્ત માનવામાં આવે છે.ફિલ્મે વર્લ્ડવાઈડ અંદાજે ૪૨૨ કરોડનું કુલ કલેક્શન કર્યું છે. તેમાંમાંથી ૩૬૬ કરોડ ભારતમાંથી અને ૫૬ કરોડ એટલે કે ૬.૧૫ મિલિયન ડૉલર ઓવરસીઝ માર્કેટમાંથી કમાયા છે.
આ ફિલ્મની શરૂઆત તો સારી રહી હતી અને ૨૬ જાન્યુઆરીના આસપાસના દિવસોમાં તો શાનદાર કમાણી થઈ, જેનાથી લાગી રહ્યું હતું કે ફિલ્મ બ્લોકબસ્ટર બનશે. પરંતુ ત્યારબાદ કલેક્શન ધીરે ધીરે ઘટવા લાગ્યું અને દર અઠવાડિયે અંદાજે ૭૦%નો ઘટાડો જાેવા મળ્યો હતો, જેના કારણે ફિલ્મ લાંબા ગાળે પકડ જાળવી શકી નહીં.તે છતાં, ‘બોર્ડર ૨’ને હિટ ફિલ્મ ગણવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં—ખાસ કરીને રાજસ્થાન અને ઈસ્ટ પંજાબ—ફિલ્મે જાેરદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ઊંચા બજેટને કારણે કુલ નફો અંદાજે ૩૦ કરોડ રહ્યો છે, જાેકે નૉન-થિયેટ્રિકલ ડીલ્સ અનુસાર આ આંકડો બદલાઈ શકે છે.ખાસ તો ‘ગદર ૨’ની જબરદસ્ત સફળતાને કારણે આ ફિલ્મ પાસેથી ઊંચી અપેક્ષા હતી. બે દાયકાઓ સુધી બોક્સ ઓફિસ પર ઓછું દેખાતા સની દેઓલ માટે ‘ગદર ૨’ એક મોટી અને અણધારી હિટ સાબિત થઈ હતી.જાે ‘ગદર ૨’ ન હોત, તો ‘બોર્ડર ૨’નું આ કલેક્શન ખુબ જ પ્રશંસનીય માનવામાં આવત. પરંતુ હવે તે થોડું ઓછું લાગતું હોય તેમ લાગે છે. તેમ છતાં, આ ફિલ્મ સની દેઓલ માટે ‘ગદર ૨’ અને ‘જાટ’ પછીની વધુ એક સફળતા છે.




