
ફિ‘શૉ તો મેં વાપસ લાઉંગા’ : સમય રૈના.સમય રૈના વિવાદિત શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ફરીવાર શરૂ કરશે?.સમય રૈના અને અન્ય કન્ટેન્ટ ક્રિએટર્સ પર ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શોમાં અશ્લીલતા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતા.કોમેડિયન-યૂટ્યુબર સમય રૈનાએ ૮ નવેમ્બરના રોજ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં પોતાના શો સ્ટેજ પર દમદાર વાપસી કરી છે. આ શોમાં પ્રેક્ષકોની ભારે ભીડ જાેવા મળી હતી.‘શૉ તો મેં વાપસ લાઉંગા’: સમય રૈનાએ આપી હિન્ટ આ શોની સૌથી મોટી સરપ્રાઇઝ એ હતી કે
સમય રૈનાએ તેના વિવાદિત યૂટ્યુબ શૉ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ની વાપસીની જાહેરાત કરી દીધી છે. સ્ટેન્ડ-અપ એક્ટ દરમિયાન તેણે કહ્યું- ‘શૉ તો મેં વાપસ લાઉંગા’. આટલું સાંભળતા જ પ્રેક્ષકો હરખાય ગયા અને તાળીઓના ગડગડાટથી ઝૂમી ઉઠ્યા.ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ શું હતો? સમય રૈના અને અન્ય કન્ટેન્ટ ક્રિએટર્સ પર ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શોમાં અશ્લીલતા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેમાં યુટ્યુબર્સ અપૂર્વ માખીજા, આશિષ ચંચલાની, રણવીર અલ્લાહબાદિયા અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થતો હતો. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, શોમાં ખુલ્લેઆમ અશ્લીલ વાતો કહેવામાં આવી હતી, જે જાહેર પ્લેટફોર્મ પર ન થવી જાેઈતી હતી. રણવીરના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે ગુસ્સો ભડકી ઉઠ્યો. મામલો એટલો વધી ગયો કે સમય રૈનાને ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થવું પડ્યું હતું.આ શોને સરેરાશ પ્રતિ એપિસોડ ૨૦ મિલિયનથી વધુ વ્યૂ મળ્યા હતા સમય રૈનાના આ શોના દરેક એપિસોડને યુટ્યૂબ પર સરેરાશ ૨૦ મિલિયન (૨ કરોડ)થી વધુ વ્યૂઝ મળતા હતા. સમય અને બલરાજ ઘાઈ સિવાય આ શોના દરેક એપિસોડમાં જજ બદલાતા રહેતા હતા. દરેક એપિસોડમાં એક નવા સ્પર્ધકને પર્ફાેર્મ કરવાની તક મળે છે. સ્પર્ધકોને તેમની પ્રતિભા દર્શાવવા માટે ૯૦ સેકન્ડનો સમય આપવામાં આવે છે. હવે આ શોના બધા વીડિયો દૂર કરી દેવામાં આવ્યા છે.




