
માસ્ટર માઈન્ડ હજુ ફરાર.રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કરનારા શૂટરની રાજસ્થાનથી ધરપકડ કરાઈ.આ મામલે અત્યાર સુધીમાં ૧૧ લોકોની ધરપકડ કરાઈ.ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટીના જૂહુ સ્થિત ઘર પર ફાયરિંગ કરનારા શૂટરની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં મુંબઈ પોલીસે હરિયાણા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી શૂટર સહિત ૬ સાથીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે શૂટર સહિત ૬ આરોપીની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે ઉત્તર પ્રદેશમાંથી પણ કેટલાક લોકોની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધીમાં ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ કેસને લઈને અગાઉ પોલીસે ૫ આરોપીને પુણે અને આસપાસના વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા.
આદિત્યા ગાયકી, સિદ્ધાર્થ યેનપુરે, સમર્થ પોમાજી, સ્વપ્નિલ સાકત અને હથિયાર સપ્લાયર આસારામ ફસલે ઉર્પે બાબુનો સમાવેશ થાય છે. પોલીસે આ પાંચેય આરોપી સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ સખત કાર્યવાહી કરી છે.
ધરપકડ કરાયેલા શૂટરને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લાવવામાં આવશે. પોલીસ અનુસાર, પ્રાથમિક તપાસમાં એ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે આ હુમલા પાછળ કઈ ગેંગનો હાથ છે અને હુમલાખોરનો ઉદ્દેશ્ય શું હતો. શું આ ફક્ત ડરાવવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું હતું કે વસૂલી જેવું કોઈ કારણ હતું, આ મામલે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, હુમલાનો માસ્ટરમાઈન્ડ શુભમ લોણકર હોવાનું માનવામાં આવે છે, જે હાલ ફરાર છે.
પોલીસ તપાસમાં શુભમનું કનેક્શન કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે પણ હોય શકે છે. જાેકે, પોલીસ આ મામલે પણ વધુ તપાસ હાથ ધરી છે.




