
ભારતમાં આવશે મોટો ખતરો?.ગંગા અને સિંધુ નદીને લઈને ડરાવી રહ્યું છે આ રિપોર્ટ. IIT ગાંધીનગરના રિસર્ચમાં સામે આવ્યું કે ૧૯૮૦થી ૨૦૨૧ વચ્ચે ગંગા અને સિંધુ નદીના વહેણમાં ઉલટો ફેરફાર આવ્યો છે.IIT ગાંધીનગરના રિસર્ચમાં સામે આવ્યું કે ૧૯૮૦થી ૨૦૨૧ વચ્ચે ગંગા અને સિંધુ નદીના વહેણમાં ઉલટો ફેરફાર આવ્યો છે. ગંગાનું પાણી ઘટ્યું છે, જ્યારે સિંધુમાં વધારો થયો છે. ગંગા બેસિનમાં વરસાદ લગભગ ૧૦ ટકા ઓછો થયો છે, પરંતુ અસલી સમસ્યા છે કે સિંચાઈ માટે ગ્રાઉન્ડ વોટરનો વધુ ઉપયોગ. જ્યારે જમીનમાંથી વધુ પાણી નીકળે છે તો નદીઓ સુધી પહોંચનાર પાણી ઘટી જાય છે. ગંગાના ઘણા ભાગમાં નદીના કુલ પાણીના ૫૦થી ૭૦ ટકા હિસ્સો ગ્રાઉન્ટ વોટરથી આવે છે. વધુ પમ્પિંગને કારણે નદીઓનો પ્રાકૃતિક પ્રવાહ નબળો પડી રહ્યો છે અને ઘણી જગ્યાએ સ્થિતિ ગંભીર થઈ રહી છે.
સિંધુ નદીના વહેણમાં ૧૮ ટકાનો વધારો થયો છે. તેની પાછળનું કારણ હિમાલયી ગ્લેશિયરોનું પીગળવું અને કેટલાક વિસ્તારમાં વધુ વરસાદને માનવામાં આવે છે. રિસર્ચ પ્રમાણે ગંગાનો પ્રવાહ છેલ્લા ૧૩૦૦ વર્ષમાં સૌથી ઝડપે ઘટ્યો છે. તે કરોડો લોકોના પાણી અને ખેતી પર ર્નિભરતા માટે મોટો ખતરો બની શકે છે.
૧૯૬૦ની સિંધુ જળ સંધિ પર ફેરફારની અસર પડી શકે છે. નદીના બદલાતા પ્રવાહથી બંને દેશોના જળ વિભાજન પર નવો પડકાર ઉભો થઈ શકે છે. પાણી ઘટવાથી પાકને અસર થઈ શકે છે. ખાસ કરી ગંગા બેસિનના રાજ્યોમાં ખેતી અને પાણીની ઉપલબ્ધતા પર દબાવ વધી શકે છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે ઓછા પાણીવાળા પાકને પ્રોત્સાહન આપવું, ભૂજળની યોગ્ય જાળવણી અને વરસાદના પાણીનો સંગ્રહ જરૂરી છે. નદીઓ અને ભૂજળને એક સાથે વિચારી નીતિ બનાવવી પડશે.




