
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
આપણા માં કહેવત છે કે "સુરત નું જમણ અને કાશીનું મરણ" એટલે સુરત ની મહેમાન ગતિ માણનારા સુરતી જમણ ના વખાણ કરતાં થાકતા નથી. પરંતુ હવે એ જ સુરત માં નકલી ઘી, પનીર, ચીઝ, દૂધ અને નકલી માખણની સાથે સાથે નકલી માવો પણ નકલીની યાદી માં જોડાઈ ગયો છે. ત્યારે અહી પ્રશ્ન એ ઉભો થાય છે કે સુરત નું SMC અને જિલ્લા પંચાયત નું આરોગ્ય ખાતું કરે છે શું ?
શહેર માં બારે વર્ષે બાવો બોલ્યો એમ મ.ન.પા નું આરોગ્ય તંત્ર વાર તહેવારે અને કોઈ આરોગ્ય ને લગતી ઘટના બને છે. ત્યારે જ સફાળું જાગીને કામગીરી કરતા હોય સુકા ભેગુ લીલુ બળે એમ આડેધડ લારી, ગલ્લા, દુકાનોવાળા કે ભોજનાલયો વાળા ને નાની નાની ક્ષતીઓ (ભૂલો) માટે લાંબા લાંબા દંડ ફટકારી મ.ન.પા ની તિજોરી ભરતા હોય છે.
ત્યારે સુરત માં છેલ્લા ત્રણ વર્ષથી મૂળ જૂનાગઢનો કેટરર્સ અમદાવાદ, મહુવા અને તલાજા થી નકલી કલરયુક્ત માવો લાવી નકલી મીઠાઈ બનાવી લોકોના પેટમાં પધરાવી રહ્યો હતો છતાં આરોગ્ય ખાતા ને ગંધ સરખી પણ ના આવી એ માનવામાં આવે ખરું ?
આ અંગે મળેલી વિગતવાર માહિતી અનુસાર સુરતના સરથાણા સિલ્વર ચોક રોયલ પાર્કની બાજુમાં સેલીબ્રેશન કમ્પાઉન્ડ માં તહેવારો ને ધ્યાનમાં લઈને મોટા પ્રમાણમાં મીઠાઈઓ બની રહી છે. એની માહિતી એલસીબી ઝોન ૧ ની સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહીપતસિંહ અને કરણસિંહ શંકરસિંહ ને મળેલી બાતમીના આધારે ઝોન-૧ એલસીબી અને સરથાણા પોલીસ સરથાણા સિલ્વર ચોક ખાતે શ્રી મહાકાલ કેટરર્સ માં દરોડો પાડતા ત્યાં કેટરિંગનો ધંધો કરતો ભાવેશ છગનભાઈ વધાસીયા રહે સરથાણા, સુરત, મૂળ રહે જૂનાગઢ ની અટકાયત કરીને કુલ ૭૨૩ કિલોગ્રામ નકલી માવો અને એમાંથી બનેલી તૈયાર મીઠાઈ જેની કુલ કિંમત રૂ.
૧,૪૨,૫૦૦ થાય છે એ કબ્જે કરી ને કાયદેસર ની કાર્યવાહી કરી હતી
અહીં જોવાની ખૂબી એ છે કે જે કામ આરોગ્ય ખાતાનું છે એ કામ હવે પોલીસ કરી રહી છે. અને આ કરેલી કામગીરી અંગેની જાણ મહાનગરપાલિકાના અધિકારીઓને જ્યારે પોલીસ કરે છે ત્યારે સ્થળ ઉપર આવી ને સુરત મનપાનું તંત્ર નકલી માવો અને મીઠાઈ નો નાશ કરી કાર્યવાહી કરે છે. એવા આરોગ્ય ખાતાને શું કહેવું ?




