
ક્રિકેટર્સ સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટી ઉમટ્યાંગીરમાં અંબાણી પરિવારે શિવ મંદિરની કરી પ્રાણ પ્રતિષ્ઠાઆ પ્રસંગમાં શિવજીના મંત્રોચ્ચાર વચ્ચે ઉપસ્થિત તમામ લોકો ભક્તિરસમાં તરબોળ જાેવા મળ્યા હતાઅંબાણી પરિવારનો ધર્મ અને ભક્તિ પ્રત્યેનો લગાવ અવારનવાર જાેવા મળે છે. ત્યારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ગીર વિસ્તારમાં બનાવેલા ભવ્ય મહાદેવના મંદિરમાં ધાર્મિક વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.
આ ધાર્મિક પ્રસંગે બોલિવૂડ અને ક્રિકેટ જગતના અનેક જાણીતા સેલેબ્સે હાજરી આપી હતી. આ પ્રસંગમાં શિવજીના મંત્રોચ્ચાર વચ્ચે ઉપસ્થિત તમામ લોકો ભક્તિરસમાં તરબોળ જાેવા મળ્યા હતા.અંબાણી પરિવારે ગીરમાં શિવજીના મંદિરની સ્થાપના કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. તાજેતરમાં આ પ્રસંગનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં મુકેશ અંબાણી હવનમાં આહુતિ આપતા જાેવા મળ્યા હતા.
નીતા અંબાણી, પુત્રી ઈશા અંબાણી, પુત્ર આકાશ અને અનંત, તેમજ પુત્રવધૂ શ્લોકા અને રાધિકા ભગવાનની આરતી ઉતારતા નજરે પડ્યા હતા. પરિવારના જમાઈ પણ શ્રીફળ વધેરતા જાેવા મળ્યા હતા.
મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અંબાણી પરિવારની સાથે અનેક સેલેબ્સ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ક્રિકેટર સચિન તેંડુલકર અને તેના પત્ની અંજલી, મહેન્દ્ર સિંહ ધોની અને તેના પત્ની સાક્ષી જાેવા મળી રહ્યા છે. આ સિવાય રણવીર સિંહ, દીપિકા પાદુકોણ આમીર ખાન જેવા બોલિવૂડ સેલેબ્સે પણ હાજરી આપી હતી. તેમણે ભસ્મ આરતીનો લ્હાવો લીધો હતો અને શિવલિંગની આરતી ઉતારીને શિવજીના ભજન ગાયા હતા. આ આખું મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું અને અનેક બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલા વેદોક્ત મંત્રોચ્ચારથી અહીં અનોખું અને દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. અંબાણી પરિવાર, સેલેબ્સ અને અન્ય ઉપસ્થિત સૌએ એકસાથે ‘નમ: પાર્વતી પતે હર હર મહાદેવ…‘ નો નાદ કર્યો હતો.




