
ગુજરાતના મહેસુલ વિભાગનો મોટો ર્નિણય હવે દસ્તાવેજના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો ડિજિટલ ગુજરાતના અભિયાન હેઠળ ઇ-રજીસ્ટ્રેશનને પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે આ નવી ફી વ્યવસ્થા પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત બનાવશે
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ સુદ્રઢ અને પારદર્શક બનાવવા માટે એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વધી રહેલા ઇ-રજીસ્ટ્રેશન (e-Registration) ના વ્યાપને ધ્યાનમાં રાખીને હવે દરેક દસ્તાવેજ દીઠ પ્રોસેસિંગ ફી વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અત્યાર સુધી ઇ-રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફીના માળખામાં કેટલાક ફેરફારો વિચારાધીન હતા, પરંતુ હવે મહેસૂલ વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ઇ-રજીસ્ટ્રેશન દ્વારા નોંધણી કરાવવામાં આવતા દરેક દસ્તાવેજ પર હવે પ્રોસેસિંગ ફી લાગુ થશે.
દસ્તાવેજ દીઠ રૂ.૧૦૦ રૂપિયા પ્રોસેસિંગ ફી તરીકે ચૂકવવાના રહેશે. આ ફીનો મુખ્ય હેતુ ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલની જાળવણી અને ટેકનિકલ સુવિધાઓને વધુ બહેતર બનાવવાનો છે.
મિલકતની ખરીદ-વેચાણ કે અન્ય કરારોના ઓનલાઇન રજીસ્ટ્રેશન સમયે હવે અરજદારે નિયત સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી ઉપરાંત આ રૂ.૧૦૦ રૂપિયાની વધારાની પ્રોસેસિંગ ફી ભરવી પડશે. જાેકે, આ રકમ નજીવી હોવાથી સામાન્ય જનતા પર મોટો આર્થિક બોજ નહીં પડે, પરંતુ વહીવટી દૃષ્ટિએ આ એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.




