
BLO દ્વારા અમદાવાદમાં ઘરે-ઘરે જઈ SIR પ્રક્રિયાનો પ્રારંભઅમદાવાદ જિલ્લાના કુલ ૬૨.૫૯ લાખ મતદારોને આ ઝુંબેશ હેઠળ એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવશેચૂંટણી પંચ દ્વારા ‘ગુજરાત સહિત દેશના ૧૨ રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)’ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં પણ સઘન ઝુંબેશનો પ્રારંભ થયો છે. મતદાર યાદીને સંપૂર્ણપણે ભૂલરહિત બનાવવા અને નવા યુવા મતદારોના નામ ઉમેરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ કામગીરી શરૂ કરાઈ છે. અમદાવાદ જિલ્લાના કુલ ૬૨.૫૯ લાખ મતદારોને આ ઝુંબેશ હેઠળ એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવશે.
આ પ્રક્રિયા માટે જિલ્લામાં ૫.૫ હજાર (૫,૫૦૦)થી વધુ મ્ન્ર્ં (બૂથ લેવલ ઓફિસર્સ)ને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. મ્ન્ર્ં દ્વારા સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને મતદારોને ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યા છે, જેથી મતદારો સરળતાથી પોતાનું નામ ઉમેરી કે સુધારી શકે. સોસાયટીઓમાં BLO દ્વારા ડોર-ટુ-ડોર જઈને ફોર્મ ૬, ૭, અને ૮ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ ઝુંબેશ આગામી ૪ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ચાલશે. આ સુધારણા પ્રક્રિયામાં મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને કોઈ અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને ફોર્મ ભરવામાં સહાય કરવા અને મદદ કરવામાં સહાય કરવા માટે સ્વયંસેવકોની નિયુક્તિ કરવામાં આવી છે. આ સ્વયંસેવકો સુનિશ્ચિત કરશે કે સમાજના તમામ વર્ગોના નાગરિકો મતદાર યાદી સુધારણાની આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઈ શકે અને તેમની વિગતો અપડેટ કરાવી શકે.
આ જીૈંઇ પ્રક્રિયાનો મુખ્ય હેતુ મતદાર યાદીને શક્ય તેટલી સચોટ બનાવવાનો છે, જેથી આગામી ચૂંટણીઓમાં કોઈ પણ લાયક મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે. ૧૨ રાજ્યોમાં ચાલી રહેલી આ સઘન ઝુંબેશ એ મતદાર જાગૃતિ અને ચૂંટણી પ્રક્રિયામાં નાગરિકોની ભાગીદારી વધારવાનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. અમદાવાદના નાગરિકોએ પણ BLO ને સહકાર આપીને આ પ્રક્રિયામાં જાેડાવું જરૂરી છે, જેથી દરેક વ્યક્તિનું નામ, સરનામું અને અન્ય વિગતો યાદીમાં યોગ્ય રીતે નોંધાઈ શકે. સમયમર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તત્પરતા દાખવવામાં આવી રહી છે.




