
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત શહેરમાં આવેલ ઉમરવાડા સીટી સર્વે નં. ૨૧૭૭ ટીપી સ્કીમ નં.૮ (ઉમરવાડા) ફાયનલ પ્લોટ નં. ૮૩ જેનું ક્ષેત્રફળ ૧૧૨૦૯ ચો.મી જગ્યાના મૂળ માલિક કબજેદારો ઝારાવાડ મુલતાની પંચ કબ્રસ્તાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તા.૩/૧૨/૨૦૧૪ ના રોજ સમજૂતી કરાર થી છગનલાલ ડી. મેવાડાને માલિકી હક્ક આપેલ અને ત્યારથી છગનલાલ મેવાડા એ જગ્યાના માલિક વહીવટદાર તરીકે વહીવટ કરી રહેલ છે. આ જગ્યા પચાવી પાડવા નરેશ અગ્રવાલ નામના ઇસમે ધમપછાડા કરી યેનકેન પ્રકારે જગ્યા પચાવી પાડવા છગનલાલ મેવાડા વિરુધ્ધ હાલના સુરત શહેરના કલેક્ટર સૌરભ પારધી અને ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ ની જોગવાઈઓ મુજબ તા.૨૯/૦૭/૨૦૨૫ ના રોજ લેન્ડ ગ્રેબીંગ કમિટીએ ખોટી રીતે એટલે કે છગનલાલ મેવાડાનું પૂરતો પક્ષ સાંભળ્યા
વગર હેમંત નરેશ અગ્રવાલ ,રહે.શ્યામ આવાસ ભટાર રોડ, સુરત જેઓ નરેશ અગ્રવાલના દીકરા છે તેઓના નામથી એકબીજા ના મેળાપીપણામાં તા.૨૯/૦૭/૨૦૨૫ ના રોજ છગનલાલ મેવાડાને કલેક્ટર સુરત ધ્વારા લેન્ડ ગ્રેબીંગ કમિટી સમક્ષ તેઓના પ્રતિનિધિ સાથે હાજર રહેલા છગનલાલ મેવાડા તેઓનો પક્ષ રજૂ કરવા લેન્ડ ગ્રેબીંગ કમિટી સમક્ષ તેમના વકીલ મારફતે હાજર થયેલા. પરંતુ લેન્ડ ગ્રેબીંગ કમિટી પહેલેથી જ ફૂટી ગઈ હોય તેમ છગનલાલ મેવાડા અને તેમના વકીલને સંતોષકારક રીતે પાંચ મિનિટ પણ સાંભળ્યા નહીં અને કમિટીના સભ્યોએ અમને ખબર છે એમ કહી વાત સાંભળવાનો ઇનકાર કરી દીધેલો. આ દિવસે આવેલા તમામ પક્ષકારો કલેક્ટર ઓફિસ બહાર બેઠા હતા. માત્ર હેમંત અગ્રવાલ, નરેશ અગ્રવાલ, નટવર મુરાલીલાલ હરલાલકા પહેલેથી જ કલેક્ટર સુરત ના પી.એ ની એસી ઓફિસમાં બેઠેલા હતા એ શું સૂચવે છે? જ્યારે તમામ પક્ષકારો બહાર બેસી પોતાના વારાની રાહ જોતાં હોય
ત્યારે કમિટીને હેમંત અગ્રવાલ પર શાનું હેત ઉભરાઈ આવ્યું? અને છગનલાલ મેવાડા વિરુધ્ધ તા.૦૭/૦૮/૨૦૨૫ ના રોજ લેન્ડ ગ્રેબીંગ નો ગુન્હો દાખલ કરવા હુકમ કરી દીધો.
છગનલાલ મેવાડાએ ઝારાવાડ મુલતાની પંચની મસ્જિદની જગ્યા ના ટ્રસ્ટીઓ સાથે સમજૂતી કરાર કરી જગ્યાનો કબજો કાયદેસર મેળવેલ હોય તે હકીકતને લેન્ડ ગ્રેબીંગ કમિટી સમક્ષ પુરાવા સહિત રજૂઆત થયેલ હોય તમામ પુરાવા પણ પૂરા પાડેલ હોય તેમજ જગ્યાના મૂળમાલિકો એ જમીન પચાવી પાડવા અંગે કોઈ ફરિયાદ કરેલ નથી ત્યારે ત્રાહિત વ્યક્તિ ને છગનલાલ મેવાડા વિરુધ્ધ કોઈ ફરિયાદ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. છગનલાલ મેવાડા, નથી તો હેમંત અગ્રવાલને ઓળખતા કે નથી નરેશ અગ્રવાલને ઓળખતા. આમ લેન્ડ ગ્રેબીંગ કમિટીએ હેમંત નરેશ અગ્રવાલના મેળાપીપણામાં ખોટી રીતે ગુન્હો દાખલ કરેલ છે. જેના કારણે છગનલાલ મેવાડા એ ડિસ્ટ્રીકટ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડેલ છે. અને સુપ્રીમ કોર્ટમાં તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ સ્પેશિયલ લીવ ટુ અપીલ (ક્રિમિનલ)(એસ) ૧૧૯૦૭/૨૦૨૫ છગનલાલ મેવાડા એ દાખલ કરેલ.કલેકટર ની તા.૧૬/૦૭/૨૦૨૫ ની નોટિસ પર મનાઈ હુકમ આપેલ છે.
ઉમરવાડા ની આ જગ્યા અંગે નરેશ અગ્રવાલ (કુબેરજી એન્ટરપ્રાઇઝ) ના ભાગીદાર નટવરલાલ મુરાલીલાલ હરલાલકા એ સુરત ના પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ ની કોર્ટમાં ઉમરવાડા ની ઉપરોકત જમીન કબજો મેળવવા માટે પોલીસ પ્રોટેકશન ની માંગણી કરેલી. જે માંગણી કોર્ટે કબજો ના હોય તો તે જગ્યા નો કબજો સોંપવા પોલીસ પ્રોટેકશન આપી શકાય નહીં. એમ કરી તા.૨૦/૦૭/૨૦૧૮ ના રોજ દરખાસ્ત અરજી નં. ૨૦/૨૦૧૫ રદ કરી દીધેલી. આમ ઉપરોક્ત કોર્ટના હુકમથી એ હકીકત પુરવાર થાય છે કે આ જગ્યાનો નરેશ અગ્રવાલ અને નટવરલાલ હરલાલકાનો કબજો ના હતો. ઉમરવાડાની આ જગ્યા જયપ્રકાશ શિવહરે અગાઉ સુરતના કલેકટર હતા ત્યારે આ જગ્યા ને ખોટી રીતે NA ની પરવાનગી આપેલ હતી. આ જગ્યા ને NA કરતાં પહેલા જુદા-જુદા વિભાગોના અભિપ્રાયો NA એ અરજીના અગાઉ અભિપ્રાયો મેળવેલ છે. તેમજ નિયમ મુજબ NA પરવાનગી પહેલા કોર્ટ કેસ પેન્ડિંગ ના હોય એવા સંજોગોમાં NA પરવાનગી આપવી શકય નથી. આ જગ્યામાં કોર્ટ કેસ ચાલુ હતા છતાં NA પરવાનગી આપવામાં આવેલ છે. અને કોર્ટ કેસ પેન્ડિંગ નથી તેવું સોગંદનામું રજૂ કરેલ છે. આ સમયગાળા દરમ્યાન નામદાર મહેસુલ વિભાગમાં રિવિઝન અરજી પેન્ડિંગ હતી, નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ હતી અને ખેતી ની જમીન જે ગણોત પ્રોસીડિંગ્સ ના કારણે તેને જૂની શરત માં ફેળવવાની કાર્યવાહી કરી તે બાદ કેશવભાઈ ઘુસાભાઈ રામોલીયાએ વેચાણ કરી દીધેલ. નામદાર સિવિલ કોર્ટમાં રે.દિ.મુ. નં.૨૮૮/૨૦૧૪ નો દાવો પેન્ડિંગ હતો. નાયબ કલેક્ટર સમક્ષ લીસ પેન્ડીસનો લેખ નોંધાયેલો, નામદાર સુપ્રીમ કોર્ટમાં પિટિશન નં.૪૦૯૬/૨૦૧૫ દાખલ કરેલ, કેશવભાઈ ઘુસાભાઈ રામોલીયા એ તા.૧૫/૦૬/૨૦૧૩ ના રોજ NA પરવાનગી મેળવવા માટે કોઈપણ કોર્ટમાં સિવિલ દાવા, અન્ય પ્રકારના દાવા ચાલતા નથી તેમજ કોઈ સતાધિકારી/સત્તા મંડળ, ટ્રીબ્યુનલ કે ન્યાયાલયમાં કોઈપણ જાત નો વિવાદ નિકાલ માટે પડતર નથી એ સોગંદનામું રજૂ કરેલ અને આ સમયે કોર્ટ કેસ પ્રકરણો પેન્ડિંગ હોવા છતાં અને તે અંગે ની લેખિત ફરિયાદ જે તે સમયના કલેક્ટર ને કરવા છતાં કલેક્ટર જયપ્રકાશ શિવહરે NA ની પરવાનગી આપેલી અને પરવાનગી રદ કરેલી નહીં. બિનખેતી ની પરવાનગી મેળવવા માટે રામોલીયા કેશવભાઈ ઘુસાભાઈ રહે. ૧૫ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી , મગોબ તા.૧૫/૦૩/૨૦૧૪ ના રોજ અરજી કરેલી. NA ની પરવાનગી આપતા પહેલા સરકારશ્રી ના જુદા જુદા ખાતાઓના અભિપ્રાય મેળવવામાં આવે છે. કલેક્ટર કચેરીએથી તા.૧૬/૦૯/૨૦૧૧ ના પત્ર નં. એલએક્યુ/વશી/૨૩૮૬ થી અભિપ્રાય માંગવામાં આવેલા. ગણોત શાખાએ
તા.૧૬/૦૧/૨૦૧૩ ના રોજ નાયબ કલેક્ટર સિટી પ્રાંત સુરત ના તા.૧૩/૧૨/૨૦૧૧, મામલતદાર સિટી ના તા.૧૪/૧૧/૨૦૧૧, જિલ્લા પુરવઠા અધિકારી તા.૨૭/૦૯/૨૦૧૧ નો અભિપ્રાય, મદદનિશ નગર નિયોજક/શહેરી વિકાસ સત્તામંડળ નો તા.૧૭/૦૬/૨૦૧૧ જોતાંજ એટલું સ્પષ્ટ થાય છે કે અરજદારે NA પરવાનગી માટે તા.૧૫/૦૩/૨૦૧૪ ના રોજ અરજી કરતાં હોય ત્યારે સરકારમાં ઉપર જણાવેલ વિવિધ વિભાગના અભીપ્રાયો ૦૩ વર્ષ પહેલા કેવી રીતે આવી ગયા? એ હકીકત પુરવાર કરે છે કે કલેક્ટર જયપ્રકાશ શિવહરે એ ખોટી રીતે ભ્રષ્ટાચાર આચરી NA ની પરવાનગી આપી તે રદ થવી જોઈએ. કલેક્ટર જયપ્રકાશ શિવહરે ના આ કસુર અંગે સરકારમાં તેઓ વિરુધ્ધ ફરીયાદ દાખલ કરેલ છે. અને સરકારએ માંગ્યા મુજબના પુરાવા પણ રજૂ કરેલ છે.
નરેશ અગ્રવાલે લોકોની જગ્યાઓ ખરીદી તેના નાણાં ચુકવ્યા નથી તેમાં ઘણા NRI લોકો પણ સામેલ છે. તેમજ નરેશ અગ્રવાલે તેઓના ભાગીદારોને છોડયા નથી અને આ બધા નાણાં આપવા ના પડે અને સામાવાળાઓને દબાણમાં લાવવા માટે તેઓએ કુબેરજી વેલેન્ટાઈન પ્રોજેકટ જે ભરત કેન્સર હોસ્પિટલ સારોલી પાસે આવેલ છે. તેની ઓફિસમાં ઉંધની ગોળીઓ લઈ આપઘાત કરેલ છે. તેવો હાઉ ઊભો કરેલો. તા.૨૯/૦૯/૨૦૨૩ ના રોજ ઉંધની ગોળીઓ લઈ દેવામાં ડૂબેલા કુબેરજી ગૃપના બિલ્ડર નરેશ અગ્રવાલે છગનલાલ મેવાડા વિરુધ્ધ ૫.૪૧ મિનિટનો ઓડિયો વાયરલ કરી છગનલાલ મેવાડા વિરુધ્ધ ખોટી અફવા ફેલાવી છગનલાલ મેવાડા ને બદનામ કરવાના પ્રયાસ કરેલા. છગનલાલ મેવાડા રાજસ્થાનના સારી પ્રતિષ્ઠા ધરાવતા વેપારી અને સામાજિક આગેવાન છે. તેઓની વિરુધ્ધ પાયા વિહોણા આક્ષેપો કરી તેમના ધંધા-રોજગારને ભારે નુકશાન પહોંચ્યું છે. તેમજ તેમના પરિવાર પણ આ સમયગાળા દરમ્યાન માનસિક ત્રાસ અનુભવેલ છે. આમ નરેશ અગ્રવાલ ધ્વારા ખોટા આક્ષેપો કરતાં તેઓના ધંધા ઉપર અસર થયેલ છે. લોકોનો મેવાડા ઉપરથી વિશ્વાસ ઘટે તેવું કૃત્ય હેમંત નરેશ અગ્રવાલ અને લેન્ડ ગ્રેબીંગ કમિટીએ કરેલ છે. અગાઉ નરેશ અગ્રવાલે પોતાને ત્યાં ઇન્કમટેક્ષની રેડ પડાવેલી તે પાછળ પણ તેનો મનસૂબો લોકોના લીધેલા નાણાં પરત ના કરવા પડે તે જ હતો. હાલ ના સુરત કલેક્ટર સૌરભ પારઘી એ પણ દૂધે ધોયેલાં નથી. સુરત શહેરની ડુમસની બે હજાર કરોડ ની જમીન અંગે તેઓની નોકરીની શરૂઆતમાં જ બનાવ બનવા પામેલો. આમ લેન્ડ ગ્રેબીંગ કમિટીએ ખોટી રીતે લેન્ડ ગ્રેબીંગ નો ગુન્હો દાખલ કરાવતા લેન્ડ ગ્રેબીંગ કમિટી વિરુધ્ધ સરકારમાં પગલાં લેવા ફરિયાદ કરવામાં આવેલ છે. અને નરેશ અગ્રવાલ, હેમંત અગ્રવાલ, નટવરલાલ હરલાલકા વિરુધ્ધ છગનલાલ મેવાડાએ માનહાનિની ફરિયાદ કરેલ છે.




