
વસ્ત્રાલ વિસ્તારમાં રોડના ઠેકાણા નહીં વસ્ત્રાલમાં લાંબા સમયથી રોડની ખરાબ હાલતને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી.વસ્ત્રાલના સ્થાનિકોએ AMC ને માર્યો ટોણો, રસ્તાઓની કામગીરીને લઈને પુછ્યું અમારા વિસ્તારમાં ફિલ્મફેર ક્યારે યોજાશે?અમદાવાદ શહેરનો વિકાસ સ્થાનિકો માટે નહીં પણ ફક્ત કાર્યક્રમ માટે જ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વસ્ત્રાલ વિસ્તારના સ્થાનિકો છેલ્લા ૧ વર્ષથી રોડ માટે વલખાં મારી રહ્યા છે, ત્યાં રોડ નથી બનતો અને એક દિવસ માટે કાંકરિયા વિસ્તારમાં બોલિવૂડના કલાકારો આવ્યા એમના માટે કોર્પોરેશનના અધિકારીઓએ લાલ જાજમ પાથરીને રોડ બનાવી દીધો. હવે આવા વિકાસને શું કહેવું.
વસ્ત્રાલ વિસ્તારમાં લાંબા સમયથી રોડની ખરાબ હાલતને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. વરસાદ બાદ ખાડા અને કાદવ ભરેલા રસ્તાઓએ લોકોની દૈનિક આવનજાવનમાં મુશ્કેલી ઉભી કરી હતી. ચોમાસાની સિઝનમાં કોર્પોરેટરો કહેતા હતા કે ચોમાસુ પૂરું થશે પછી રોડ બનશે. નવરાત્રિ સુધીમાં રોડ બની જશે. જાે કે હવે તો ચોમાસુ પણ ગયું અને નવરાત્રિ પણ ગઈ અને હવે તો દિવાળી આવી તેમ છતાં વસ્ત્રાલ વિસ્તારમાં રોડના ઠેકાણા નથી.
છેલ્લા ૧ વર્ષથી બિસ્માર રોડમાંથી પસાર થઈ રહેલા સ્થાનિકો કોર્પોરેશન અને કોર્પોરેટર પર ગુસ્સો ઠાલવી રહ્યા છે, કારણકે રોડ ક્યારે બનશે તેવી કોર્પોરેટરોને રજૂઆતમાં ફક્ત વાયદા જ મળે છે અને જ્યાં કાર્યક્રમો હોય ત્યાં રાતો રાત રોડ બની જાય છે. તમે જાેઈ શકો છે કે એકા કલબની આજુબાજુના રોડ તાત્કાલિક નવા બનાવી દેવામાં આવ્યા, કારણ કે ત્યાં બે દિવસ પહેલા જ ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો હતો. ત્યારે લોકો કહી રહ્યા છે કે હવે ફિલ્મફેર એવોર્ડ અમારા વિસ્તારમાં પણ યોજાવો જાેઈએ તો રોડ-રસ્તાઓ તો તાત્કાલિક બને. કોર્પોરેટરોએ નવરાત્રિ બાદ રોડ બનાવી આપવાની ખાતરી આપી હતી, પરંતુ હજી સુધી કામ શરૂ પણ નથી થયું. લોકો એ હદે કંટાળ્યા છે કે હવે તેઓ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. જાે કે રોડ કેમ નથી બની રહ્યો તે બાબતે જ્યારે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે રોડ બનાવવાની કામગીરી તો શહેરના તમામ ઝોનમાં ચાલી જ રહી છે પણ સાહેબને કોણ સમજાવે કે જાે રોડ બનાવવાની કામગીરી ચાલી જ રહી છે તો એક વર્ષથી વધુ સમયથી શા માટે વસ્ત્રાલ વોર્ડમાં રોડ નથી બન્યા? સ્થાનિકોનો માગણી અવગણવાને કારણે સ્થાનિકોની ધીરજનો બાંધ તૂટી રહ્યો છે. કાર્યક્રમો સુધી જ સીમિત રહેલો AMCનો વિકાસ પ્રજા સુધી પણ પહોંચે તે જરૂરી છે.
