
ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે આજે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ખેડૂતોના મસીહા એવા ઈસુદાનભાઈ ગઢવી તથા જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી મૂકી હતી. ખંભાળિયા વિધાનસભા સંગઠન મંત્રી આલાભાઇ જામ એ જણાવ્યું કે, ઈસુદાનભાઈ ગઢવીએ પ્રેસ કોન્ફરન્સમાં માંગ કરી હતી કે આગામી ૨૪ થી ૪૮ કલાકમાં ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌની યોજના અંતર્ગત આવતા ઘી ડેમ, સિંહણ ડેમ, સાની ડેમ સહિતના તમામ ડેમો અને તળાવોમાં નર્મદાનું પાણી છોડવામાં આવે. આ વિસ્તારમાં ખેડૂતોને પડતી ભરાવણની તકલીફ, પીવાના પાણીની તકલીફ તેમજ સિંચાઈના પાણીની સમસ્યા તાત્કાલિક દૂર થાય તે માટે આ મજબૂત રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆતનું આજે હકારાત્મક પરિણામ મળ્યું છે અને ખંભાળિયાના ડેમ સહિત સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર છોડવામાં આવશે, જેથી જનતામાં ખૂબ આનંદ વ્યાપી ગયો છે. આ આમ આદમી પાર્ટીની તાકાત છે કે ખેડૂતોનો પ્રશ્ન ઉઠાવવો અને જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી અવાજ બુલંદ રાખવો. ઈસુદાનભાઈ ગઢવી વિરોધપક્ષ તરીકે મજબૂતીથી રજૂઆત કરી રહ્યા છે અને ખેડૂતો તથા જનતાનો અવાજ બની રહ્યા છે. સરકારે આ અવાજને પોઝિટિવ લઈને નર્મદાનું પાણી છોડવાનો જે સારો નિર્ણય લીધો છે, તે બદલ નર્મદાના પાણીને વધાવીને સરકારનો પણ આભાર માનવામાં આવ્યો છે. સાથે જ ઈસુદાનભાઈ ગઢવી અને સમગ્ર AAP ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ કોઈ રાજકીય જીત નથી, પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોની જીત છે.




