
શહબાઝ શરીફના વખાણ કર્યા ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે UN માં ટ્રમ્પનું ફરી મોટું નિવેદન દેશોમાં પાડોશી રાષ્ટ્ર વચ્ચે કેટલાક યુદ્ધ તો વર્ષાેથી-દાયકાઓથી ચાલુ હતા જેને મેં બંધ કરાવ્યા છે : ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદમાં સંબોધન કરતા ફરી એકવાર જુની કેસેટ વગાડી દીધી છે. આ સંબોધનમાં તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે લડાઈને અટકાવવાનો જશ ખાટી લીધો અને ઈરાન સાથેની લડાઈ અંગે પોતાનો મત વ્યક્ત કર્યાે છે. ૮૧માં સત્રને સંબોધન કરતા ટ્રમ્પે પોતાની સરકારના ખોબલે ખોબલે વખાણ કર્યા, પોતાના જ વખાણ કરતા તેણે ભારત-પાકિસ્તાન વચ્ચેની લડાઈ પોતે અટકાવી છે એવો જશ ખાટી લીધો. ટ્રમ્પે ઉમેર્યું કે, દુનિયાના જુદા જુદા ભાગમાં આઠ યુદ્ધને અટકાવવા અને આવું કરવું, એ દેશના નેતાઓ સાથે દોસ્તી કરવી એ મારા માટે એક સન્માનની વાત છે. આ દેશોમાં પાડોશી રાષ્ટ્ર વચ્ચે કેટલાક યુદ્ધ તો વર્ષાેથી-દાયકાઓથી ચાલુ હતા જેને મેં બંધ કરાવ્યા છે. આવું હું એટલા માટે કરાવી શક્યો કારણ કે, મેં મારા જીવનમાં સંબંધો, વ્યાપાર, ટેરિફ તથ ટેરિફની ધમકી જેવા મુદ્દાઓની ખૂબ નજીકથી જાેયા છે. એક દેશના હિસાબથી જે જરૂરી હતું એ કર્યું. પાકિસ્તાન, ભારત, આર્મેનિયા અને અઝરબાઈજાન જેવા દેશ સહિત લગભગ દરેક દેશે મને ધન્વાદનો પત્ર લખ્યો છે. ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના વખાણ કરતા પણ મીઠડા શબ્દો કહી દીધા. પોતાના સંબોધનમાં શાહબાઝને એક ઉત્તમ વ્યક્તિ ગણાવી દીધા. ટ્રમ્પે કહ્યું કે, શાહબાઝે પોતાના થેંક્યુ લેટરમાં કહ્યું કે, ટ્રમ્પે ૩ કરોડ લોકોના જીવ બચાવી દીધા છે. કદાચ આંકડો એનાથી પણ વધારે હોઈ શકે છે. ટ્રમ્પે ફરી એકવાર એક મોટો દાવો કર્યાે છે. તેમના કારણે જ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું પરમાણુ યુદ્ધ ટળી ગયું હતું. એક ટીવી ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે દાવો કર્યાે હતો કે, ટેરિફ (આયાત જકાત) અંગેની તેમની ધમકીને કારણે બંને દેશો દુશ્મનાવટ અટકાવવા માટે સંમત થયા હતા.તેમણે વ્યાપારી જહાજાે પર થયેલા હુમલાના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો પણ આભાર માન્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું, “હું કમર્શિયલ વેસલ્સ-જહાજાે પર ઈરાન દ્વારા કરવામાં આવેલા ઘૃણાસ્પદ આતંકવાદી હુમલાઓની નિંદા કરતો ઠરાવ જંગી બહુમતીથી પસાર કરવા બદલ ેંદ્ગય્છનો આભાર માનવા માંગુ છું. યુએસ નેવીએ તાજેતરમાં હોરમૂઝની સામુદ્રધુની મારફતે ૧ અબજ બેરલથી વધુ તેલને સુરક્ષિત રીતે પસાર કરવામાં મદદ કરી છે, અને સંઘર્ષ શરૂ થયા પછી તેલની હેરફેર હાલમાં તેના સર્વાેચ્ચ સ્તરે છે. અમે દરરોજ અને રાત્રે અનુક્રમે ૨૨, ૨૫, ૩૦, ૩૨ અને ૩૭ જહાજાેને સુરક્ષિત રીતે લઈ જઈ રહ્યા છીએ.




