
જાપાન સામે માંડ માંડ જીતી ટીમ ઈન્ડિયા ભારત-જાપાન વચ્ચેની મેચમાં અમ્પાયર સાથે અય્યરની ચકમક શ્રેયસ ઐય્યરના વિરોધ બાદ અમ્પાયરોએ ર્નિણય બદલ્યો ભારત અને જાપાન વચ્ચેની ઐતિહાસિક મેચનો રોમાંચક અંત આવ્યો. આ મેચને રોમાંચક બનાવવામાં પીચના મિજાજથી લઈને ખેલાડીઓના પ્રદર્શન સુધી, તમામ બાબતોનું યોગદાન રહ્યું. પરંતુ, સૌથી મોટી ભૂમિકા એ હાઈ-વોલ્ટેજ ડ્રામાની રહી, જે જાપાનની ઈનિંગ્સની છેલ્લી ઓવરમાં જાેવા મળ્યો હતો.
આ મુકાબલો ભારત-જાપાનના કૂટનીતિક સંબંધોના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રમાઈ રહ્યો હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ માત્ર ૨ રનથી જીત નોંધાવી હતી. પરંતુ, એ ૨ રનની જીત માટે પણ ભારતીય ટીમને આકરી મહેનત કરવી પડી હતી. આ માટે મેદાન પર પ્રદર્શન કરવાથી લઈને અમ્પાયર સાથે ચકમક સુધી, ભારતીય ખેલાડીઓએ બધું જ કર્યું.
ભારત અને જાપાન વચ્ચે રમાયેલો T20 મુકાબલો અપેક્ષા કરતાં ક્યાંય વધુ રોમાંચક સાબિત થયો. વરસાદના કારણે ૫ ઓવરની કરવામાં આવેલી આ ટૂંકી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા માત્ર ૩૨ રન બનાવ્યા હતા. જવાબમાં મેદાને ઉતરેલી જાપાનની ટીમે ભારતને પરસેવો છોડાવી દીધો અને મુકાબલો છેલ્લી ઓવર સુધી પહોંચી ગયો. આ જ છેલ્લી ઓવરમાં એવો હાઈ-વોલ્ટેજ ડ્રામા જાેવા મળ્યો, જેણે મેદાન પર બેઠેલા દરેક વ્યક્તિના ધબકારા વધારી દીધા. મામલો મેચની સૌથી તણાવપૂર્ણ ક્ષણો એટલે કે છેલ્લી ઓવરનો છે. જાપાનને જીતવા માટે થોડા જ રનની જરૂર હતી અને મેદાન પર ભારે દબાણ હતું. અક્ષર પટેલ બોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન અમ્પાયર ક્રિસ થર્ગેટે અક્ષરના એક બોલને વાઇડ જાહેર કરી દીધો.
સતત વાઇડ બોલ પહેલેથી જ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધારી રહ્યા હતા, એવામાં અમ્પાયરનો આ ર્નિણય જાેઈને બોલર અક્ષર પટેલ ખૂબ જ નિરાશ થઈ ગયો. વાત અહી જ પૂરી ન થઈ. ભારતીય કૅપ્ટન શ્રેયસ અય્યરે પોતાનો કાબુ ગુમાવ્યો અને તરત જ અમ્પાયર પાસે પહોંચી ગયો. ટીવી પર સ્પષ્ટ જાેઈ શકાતું હતું કે શ્રેયસ અય્યર અમ્પાયરના આ ર્નિણયથી કેટલો ગુસ્સામાં હતો અને તેણે ઘણા આક્રમક અંદાજમાં પોતાની નારાજગી વ્યક્ત કરી. મેચના આ નાજુક વળાંક પર એક વધારાનો રન આપવો ભારતને ભારે પડી શકતો હતો અને અય્યરનો ગુસ્સો આ જ વાતને લઈને હતો.
ભારતીય કૅપ્ટનના ગુસ્સા અને ખેલાડીઓના દબાણને જાેતાં મેદાની અમ્પાયરો ક્રિસ થર્ગેટ અને ક્રિસ બ્રાઉને અંદરોઅંદર ચર્ચા કરી. ત્યારબાદ એક મોટો નાટકીય વળાંક આવ્યો અને અમ્પાયરોએ પોતાનો ર્નિણય બદલીને તે બોલને માન્ય જાહેર કરી દીધો. આ યુ-ટર્નથી મેચમાં જબરદસ્ત વળાંક આવી ગયો.
હાઇ વૉલ્ટેજ ડ્રામા પછી ભારતીય ટીમે પોતાની માનસિક સ્થિતિ મજબૂત રાખી, આ રોમાંચક અને રસાકસીભર્યા મુકાબલામાં આખરે ૨ રનથી જીત નોંધાવી લીધી. ૫ ઓવરની આ મેચમાં ભારતે ૩૨/૪નો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં જાપાનની ટીમ ૩૦/૩ રન જ બનાવી શકી.




