
ફિલ્મની સફળતા ઉજવવા માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સસની દેઓલે પોતાની હિટ ફિલ્મોનો શ્રેય દિવંગત પિતા ધર્મેન્દ્રને આપ્યું.જ્યારે મને ‘બોર્ડર ૨’ની વાર્તા સંભળાવવામાં આવી, ત્યારે મને લાગ્યું કે અમે સાચા માર્ગ પર છીએ : સની દેઓલ.છેલ્લા ત્રણ વર્ષથી સની દેઓલ સતત પોતાના વિજયપથ ઉપર સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. ૨૦૨૩માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ગદર-૨પછી હવે ‘બોર્ડર-૨’ની જબરદસ્ત સફળતાએ ચાહકો તેમને “સની દેઓલ ૨.૦”નો ખિતાબ આપ્યો છે.ફિલ્મની સફળતા ઉજવવા માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સની દેઓલે પોતાની સતત હિટ ફિલ્મોનું શ્રેય તેમના પિતા, વરિષ્ઠ અભિનેતા ધર્મેન્દ્રને આપ્યું હતું.આ પ્રસંગે સની દેઓલે કહ્યું હતું કે“આ બધું મારા પાપાની આશીર્વાદ અને વાહેગુરુની અસીમ કૃપાનું પરિણામ છે. લોકો મને પહેલા પણ પ્રેમ કરતા હતા અને આજે પણ કરે છે. જ્યાં જ્યાં હું જાઉં છું, ત્યાં મને ખૂબ પ્રેમ મળે છે.”તેમણે વધુમાં ઉમેર્યું હતું કે“આટલા વર્ષાે સુધી ખબર નહોતી કે આ પ્રેમ ક્યાં છુપાયેલો હતો. ખરેખર બહુ મીઠો અનુભવ છે. હું દરેકને એક વાત કહેવા માગું છું – મહેનત કરો, તમારા વ્યવસાયને પ્રેમ કરો, હિંમત ન હારશો. સમય ક્યારે આવે અને ક્યારે જાય તે કોઈને ખબર નથી, પરંતુ આપણે હંમેશા તૈયાર રહેવું જાેઈએ.”તેણે ઉમેર્યું હતું કે “જ્યારે વધુ લોકો ફિલ્મ જુએ છે અને તેને પસંદ કરે છે, ત્યારે જ બોક્સ ઓફિસના આંકડા વધે છે. આ જ એક કારણ છે કે નંબર્સ વધી જાય છે.
તે અમને આત્મવિશ્વાસ આપે છે કે અમે જે બનાવ્યું છે તેને પ્રેક્ષકોએ વખાણ્યું છે.”ફિલ્મ રિલીઝ થયા પછી સની દેઓલે મનાલીથી રોડ મારફતે મુસાફરી કરી. આ દરમિયાન તેમને મળેલા પ્રેમથી તેઓ ભાવુક બની ગયા. તેણે કહ્યું હતું કે “જ્યાં જ્યાં હું રોકાયો, ત્યાં લોકો પ્રેમ વરસાવતા રહ્યા. મને ઘણા સૈનિકો અને વિવિધ દળોના જવાનો મળ્યા. કોઈએ ફિલ્મ એક વાર જાેઈ હતી, કોઈએ બે વાર, તો કોઈએ ત્રણ વાર. સૌએ માત્ર એટલું કહ્યું કે તેમને ફિલ્મ ખૂબ ગમી અને ફિલ્મ જાેઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા. કોઈએ પણ એવું નહોતું કહ્યું કે ફિલ્મ ‘બોર્ડર’ કરતાં સહેજપણ ઓછી હતી.”સનીએ સ્વીકાર્યું કે આવી પ્રતિકાત્મક ફિલ્મની સિક્વલ બનાવવી સરળ નહોતી.“‘બોર્ડર’ જેવી ફિલ્મની સિક્વલ બનાવવાનો વિચાર આવે ત્યારે હંમેશા ડર રહે છે. જ્યારે અમે પહેલી ‘બોર્ડર’ બનાવી, ત્યારે અમને ખબર નહોતી કે શું થશે. પરંતુ તે પછી જે સફળતા મળી, તેના બાદ બીજી કડી બનાવવાનો વિચાર મારા માટે ખૂબ ડરાવનારો હતો. હું હંમેશા માનતો આવ્યો છું કે ફિલ્મમાં વાર્તા જ અસલી હીરો હોય છે. જ્યારે મને ‘બોર્ડર ૨’ની વાર્તા સંભળાવવામાં આવી, ત્યારે મને લાગ્યું કે અમે સાચા માર્ગ પર છીએ. ડર તો અંદર હંમેશા રહે છે. આપણે પોતાની ફિલ્મ જાેતા પણ ખામીઓ શોધતા રહીએ છીએ. પરંતુ જ્યારે પ્રેક્ષકો પ્રેમ આપે છે, ત્યારે તે અનુભવ અદભૂત હોય છે.”




