Beauty Tips: ચહેરા પર ફેટ જમા થવી તે તમારી શારીરિક સ્થિતિ દર્શાવે છે, ઉપરાંત આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થાય છે. અહીંયા અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદથી ચહેરા પર જમા થતી ફેટ દૂર કરી શકાય છે.
સામાન્ય રીતે પેટ અને કમર પર ચરબી જમા થવા લાગે છે. શું તમે ક્યારેય ફેસ પર જમા થતી ચરબી પર ધ્યાન આપ્યું છે? ચહેરા પર ફેટ જમા થવી તે તમારી શારીરિક સ્થિતિ દર્શાવે છે, ઉપરાંત આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થાય છે. અહીંયા અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદથી ચહેરા પર જમા થતી ફેટ દૂર કરી શકાય છે.
ચહેરા પરની ચરબી દૂર કરવાની ટિપ્સ
મીઠાનું સીમિત માત્રામાં સેવન
મીઠાનું વધુ માત્રામાં સેવન કરવાથી પાણી જમા થવા લાગે છે, જેને વોટર રિટેંશન કહેવામાં આવે છે. જેના કારણે ત્વચા પર સોજો આવવા લાગે છે. જો તમને એવું લાગે કે, ચહેરા પર સોજો આવેલો છે, તો મીઠાનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ.
ફેશિયલ એક્સરસાઈઝ
ફેશિયલ એક્સરસાઈઝ કરવાથી ફેશિયલ અપીરિયંસ ઈમ્પ્રૂવ થવાની સાથે સાથે એજિંગ પ્રોસેસ ધીમી થવા લાગે છે. ત્વચાની માંસપેશીઓ ટાઈટ થવા લાગે છે અને ચહેરા પર ગ્લો આવે છે. ચહેરા પરની ચરબી ઓછી થવા લાગે છે. ફેશિયલ એક્સરસાઈઝમાં પુલ એક્સરસાઈઝ, ચીન લિફ્ટ એક્સરસાઈઝ, લૉ રિલીઝ એક્સરસાઈઝ, માઉથ વોશ એક્સરસાઈઝ.
પાણીનું પર્યાપ્ત માત્રામાં સેવન
ભોજન કરતા પહેલા એક ગ્લાસ પાણીનું સેવન કરવાથી ભોજનનું વધુ માત્રામાં સેવન કરવામાં આવતું નથી. શરીર પર એક્સ્ટ્રા ફેટ જમા થતી નથી અને શરીર હાઈડ્રેટેડ રહે છે.
દારૂનું સેવન ના કરવું
દારૂનું વધુ માત્રામાં સેવન કરવાથી શરીરમાં એક્સ્ટ્રા ચરબી જમા થવા લાગે છે. દારૂનું વધુ સેવન કરવાથી વજન વધી શકે છે. ડિહાઈડ્રેશન અને વોટર રિટેંશનની સમસ્યા થાય છે, જેના કારણે બોડીમાં સોજો આવી શકે છે.
ડાયટમાં ફાઈબર શામેલ કરો
સ્લિમ ફેસ અને પરફેક્ટ બોડી શેપ માટે ફાઈબરયુક્ત ભોજનનું સેવન કરવું જોઈએ. જેથી પાચનક્રિયા યોગ્ય પ્રકારે થાય છે અને શરીરમાં એક્સ્ટ્રા ફેટ જમા થતી નથી. ફળ, શાકભાજી, નટ્સ, સીડ્સ, અનાજ અને દાળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે.
શુગરનું સીમિત માત્રામાં સેવન
રિફાઈન્ડ શુગરને કારણે શરીરના તમામ ભાગોમાં ચરબી જમા થવા લાગે છે. જેના કારણે ત્વચા અને પેટ પર અસર થઈ શકે છે. બજારમાં મળતી મિઠાઈઓ તથા અન્ય પેકેજ્ડ ફૂડનું સેવન ના કરવું જોઈએ. નહીંતર વજન વધી શકે છે.