Food Tips: રવાના શીરાની વાત આવે એટલે સત્યનારાયણ ભગવાનના પ્રસાદ યાદ આવી જાય છે. આજે આવો રવાનો શીરો ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
રવાનો શીરો બનાવવાની સામગ્રી
- રવો,
- ઘી,
- દૂધ,
- સાકર,
- બદામ,
- કાજુ-કિસમિસ,
- એલચીનો પાવડર.
રવાનો શીરો બનાવવાની રીત
સ્ટેપ-1
સૌ પ્રથમ એક નોન-સ્ટીક પેનમાં ઘી નાખીને ગરમ કરી પછી તેમાં રવો ઉમેરીને મિક્સ કરો.
સ્ટેપ- 2
હવે થોડીવાર ધીમા ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રવાને શેકી લો.
સ્ટેપ- 3
હવે તેમાં શેકેલ રવામાં દૂધ,ગરમ પાણી અને સાકર નાખીને મિક્સ કરો.
સ્ટેપ- 4
હવે તેમાં સમારેલ કાજુ-કિસમિસ,બદામ,પિસ્તા,અખરોટ વગેરે ડ્રાયફ્રૂટ ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં ઈલાયચી પાવડર અને કેસર ગાર્નિશ કરીને ગરમાં-ગરમ સર્વ કરો.