
આ વખતે લાગુ થશે નવા નિયમો.બિહારમાં આગામી ચૂંટણીની તડામાર તૈયારીઓ શરુ થઈ.બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે પટનામાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પોલિંગ બૂથની ૧૦૦ ટકા કાસ્ટિંગ હશે.
આપને જણાવી દઈએ કે, આ વખતે બિહાર ચૂંટણીમાંથી કેટલીય નવી વસ્તુઓની શરૂઆત જાેવા મળશે, જે આવનારા અન્ય રાજ્યોની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં જાેવા મળશે. આ વખતે ૧૭ નવા ફેરફાર જાેવા મળશે. ચૂંટણી પારદર્શિતા અને મતદારોની સુવિધા માટે ચૂંટણી પંચે જે ર્નિણય લીધો છે, તેની શરૂઆત બિહારથી થવા જઈ રહી છે. તો આવો આ પોઈન્ટમાં સમજીએ શું છે નવા ર્નિણય.
ઈવીએમમાં ઉમેદવારોનો રંગીન ફોટો હશે.
એક પોલિંગ બૂથ પર ૧૨૦૦ વોટર હશે.
બૂથ પર વોટિંગ પ્રક્રિયા લાઈવ હશે.
બેલેટ પેપર પર સીરિયલ નંબર મોટો હશે.
હવે વોટર બૂથ સુધી મોબાઈલ ફોન લઈ જઈ શકશો.
બૂથ બહાર મોબાઈલ જમા કરી વોટ નાખી શકશો.
બૂથથી ૧૦૦ મીટર દૂર દરેક ઉમેદવાર પોતાના એજન્ટ લઈ જઈ શકશે.
વન સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ પણ બિહારમાં લાગુ થશે.
હવે પોસ્ટલ બેલેટની ગણતરી ઈવીએમના છેલ્લા બે રાઉન્ડ પહેલા થશે.
ચૂંટણી ખતમ થયા બાદ કેટલાય લોકોએ મતદાન કર્યું, કેટલી મહિલાઓએ વોટ આપ્યા, મતદાન કેટલાય ટકા થયું તેની જાણકારી પણ આપવામાં આવશે.
ચૂંટણી ખતમ થયાના થોડા જ દિવસમાં બધાને ડિજિટલ ઇન્ડેક્સ કાર્ડ મળી જશે.
આ દરમ્યાન મુખ્ય ચૂંટણી કમિશનરે બિહારના વોટર્સને મતદાનમાં ઉત્સાહથી ભાગ લેવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું કે, ચૂંટણીને પણ છઠ્ઠ પર્વની જેમ મનાવે.
આપને જણાવી દઈએ કે, બિહારમાં જે નવા નિયમ લાગુ થયા છે, તે આવનારી તમામ ચૂંટણીમાં જાેવા મળશે. બિહાર વિધાનસભાનો કાર્યકાળ ૨૨ નવેમ્બરે ખતમ થાય છે અને ચૂંટણી પંચે કહ્યું કે તેની પહેલા ચૂંટણી સમાપ્ત થઈ જશે.
