
અભિનેતાના બંને પુત્રો પણ પાર્ટીમાં હાજર હતા.ઋતિક રોશને ગર્લફ્રેન્ડ અને ભૂતપૂર્વ પત્ની સાથે બર્થ-ડે ઉજવ્યો.ઋતિક રોશને જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યા બાદ સોશિયલ મીડિયા પર અસંખ્ય ફોટા શેર કર્યા.વાસ્તવિક જગતમાં ઓછી સર્જાઇશકે એવી પરિસ્થિતિ બોલીવૂડમાં (જ) સર્જાતી હોય છે. આવી જ એક ઘટનામાં હમણાં ઋતિક રોશને તેનો ૫૨મો જન્મદિવસ પરિવાર અને મિત્રો સાથે ઉજવ્યો. તેણે યાટ પર પોતાનો ખાસ દિવસ ઉજવ્યો અને ઉજવણી કરી. ઋતિકે તેના ચાહકોનો પણ આભાર માન્યો. તેની ભૂતપૂર્વ પત્ની સુઝાન ખાન અને ગર્લફ્રેન્ડ સબા આઝાદે પણ સાથે પોઝ આપ્યા. અભિનેતાના બંને પુત્રો પણ પાર્ટીમાં હાજર હતા.ઋતિક રોશને જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યા બાદ સોશિયલ મીડિયા પર અસંખ્ય ફોટા શેર કર્યા. ચાહકો અને મિત્રો તરફથી તેમના જન્મદિવસની શુભેચ્છાઓ છલકાઈ ઊઠી હતી. અભિનેતાએ તેના નજીકનાં પ્રિયજનો સાથે યાટ પર ઉજવણી કરી. પાર્ટીના ફોટા શેર કરતા, ઋતિકે સૌ નો આભાર માનતાં ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે “આભાર દુનિયા, મારા પરિવારનો આભાર.” મારા મિત્રો, મારા ચાહકો… તે બધાનો જેમણે મને મેસેજ કરવાનો, મને લખવાનો, મારા વિશે પોસ્ટ કરવાનો, મને ફોન કરવાનો પ્રયાસ કર્યાે, પરંતુ તે બધાનો આભાર માન્યો… ગઈકાલે તેમની પ્રાર્થનામાં મને શુભેચ્છા પાઠવી.અભિનેતાએ શેર કરેલા ફોટામાં તેમનો આખો પરિવાર એકસાથે દેખાય છે.
ઋતિકની ગર્લફ્રેન્ડ સબા આઝાદ, ભૂતપૂર્વ પત્ની સુઝાન ખાન અને તેમના પુત્રો, હ્રેહાન અને હૃધાન પણ જન્મદિવસની પાર્ટીમાં હાજર રહ્યા હતા. કુણાલ કોહલી, ઝાયેદ ખાન અને ઘણા નજીકના મિત્રો પણ ઉજવણીનો ભાગ હતા. યાટ પાર્ટી પછી, ઋતિક તેના પરિવાર અને મિત્રોની તાળીઓના ગડગડાટ પર હસતો જાેવા મળ્યો. ફોટામાં તેની ભૂતપૂર્વ પત્ની અને ગર્લફ્રેન્ડ પણ જાેવા મળી હતી.ઋતિકના જન્મદિવસ પર, સબા આઝાદે તેમના માટે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી, લખ્યું, “દુનિયામાં મને તમને ખુશ જાેવાથી મોટો મારા માટે બીજાે કોઇ નથી. વર્ષના સૌથી ખાસ દિવસે, હું તમને ખુશ અને શાંતિપૂર્ણ દિવસો, આરામ કરવા અને કંઈક સારું કરવા, પુસ્તકો, મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવવાની શુભેચ્છા પાઠવું છું. મારા હૃદયથી જન્મદિવસની શુભેચ્છાઓ. હું તમને પ્રેમ કરું છું.”




