
કલ્યાણીએ લોકાહ ચેપ્ટર ૧ની સફળતા પછી ઘણી ફિલ્મોની ઓફર મળી.ભાષા કોઈ પણ હોય, સારી સ્ટોરીઝ હંમેશા મારી પાસે પહોંચી જાય છે : કલ્યાણી પ્રિયદર્શનજાે કોઈ સારી સ્ક્રિપ્ટ હોય તો તે મરાઠી હોય, હિન્દી, કન્નડ, તમિલ, તેલુગુ કે મલયાલમ – મને બધું કરવું ગમે છે : કલ્યાણી.મલયાલમ એક્ટ્રેસ કલ્યાણી પ્રિયદર્શન ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે ‘પ્રલય’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાના કારણે ચર્ચામાં છે. જાેકે આ અહેવાલો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ ‘લોકાહ ચેપ્ટર ૧: ચંદ્રા’ જેવી સુપરહિટ મલયાલમ ફિલ્મ બાદ તેને હિન્દી ફિલ્મોમાંથી મળતી ઓફર્સ વિશે કલ્યાણીએ તાજેતરના ઇન્ટરવ્યુમાં વાત કરી હતી.ગયા વર્ષે આવેલી ‘લોકાહ ચેપ્ટર ૧: ચંદ્રા’ મલયાલમ સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની હતી અને સાથે જ ભારતની પહેલી મહિલા સુપરહીરો ફિલ્મ પણ હતી.આ ફિલ્મમાં કલ્યાણીનો લીડ રોલ ઘણા લોકો માટે એક સરપ્રાઇઝ હતો. ત્યારે હવે બોલિવૂડ ઓફર્સ વિશે વાત કરતાં કલ્યાણી કહે છે,“મને ખબર નથી હું આ કેવી રીતે સમજાવું, પણ ભાષા કોઈ પણ હોય, સારી સ્ટોરીઝ હંમેશા મારી પાસે પહોંચી જ છે. હું સ્ક્રિપ્ટ મામલે બહુ લાલચુ છું. જાે કોઈ સારી સ્ક્રિપ્ટ હોય તો તે મરાઠી હોય, હિન્દી, કન્નડ, તમિલ, તેલુગુ કે મલયાલમ – મને બધું કરવું ગમે છે. હું એક જ વ્યક્તિ છું અને એક સાથે ૧૦ ફિલ્મો કરી શકતી નથી અને ચર્ચામાં તો ૧૦૦ જેટલી સારી સ્ક્રિપ્ટ્સ હોય છે. એટલે હાલ હું આ તબક્કે તો સ્ક્રીપ્ટ્સ જાેઈ છું.”તેણે આગળ ઉમેર્યું, “હિન્દી ફિલ્મોની વાત કરું તો મને હિન્દી સિનેમા કરવું જરૂર ગમશે, પણ મારા માટે હંમેશા સ્ક્રિપ્ટ અને સારી વાર્તાઓ કહેવી એ સૌથી મહત્વનું છે.
મેં ક્યારેય ભાષાને અવરોધ માન્યો નથી. ફિલ્મ અને સ્ટોરીટેલિંગમાં ભાવનાઓ તો બધે સરખી જ રહેવાની હોય છે. એટલે જ આજકાલ પેન-ઇન્ડિયન ફિલ્મો જાેવા મળે છે. લોકો વિવિધ ભાષાની ફિલ્મો જુએ છે કારણ કે શબ્દો ભલે ન સમજાય, ભાવનાઓ તો પહોંચે જ છે.” ‘લોકાહ’ની સફળતા બાદ હિન્દી ફિલ્મોની ઓફર્સ વધી કે શરૂ થઈ તે અંગે કલ્યાણી જણાવે છે, “ હાલ હું એવું કહી શકીશ નહીં કે ઓફર્સ વધી છે કે ઘટી છે, કારણ કે ઓફર્સ તો હંમેશા આવતી રહ્યી છે. વાત એટલી છે કે હું એક જ વ્યક્તિ છું અને હું કોઈ ફિલ્મને દિલથી સમય આપવાનું પસંદ કરું છું. ‘લોકાહ’ વખતે પણ એવું જ હતું – જ્યારે હું તે ફિલ્મ પર કામ કરતી હતી ત્યારે મેં બીજું કંઈ કર્યું જ નહીં. એ કારણે હું મારી પાસે આવતી દરેક સારી સ્ક્રિપ્ટ માટે હા કહી શકતી નથી.”‘લોકાહ’ સુપરહીરો યુનિવર્સના આગામી ભાગ અંગે પૂછતાં કલ્યાણી કહે છે, “અમને પહેલાંથી જ ખબર હતી કે આ ફિલ્મ યુનિવર્સ અંતે ક્યાં પહોંચવાનું છે અને ત્યાં પહોંચવાનો સામાન્ય ડ્રાફ્ટ પણ તૈયાર હતો. છેલ્લે મેં સાંભળ્યું હતું કે ડોમિનિક સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કરી ચૂક્યા છે અને પ્રથમ બે દ્રશ્યોનો એક સેટ પણ તૈયાર કર્યાે છે. મજાની વાત એ છે કે અમે લગભગ દરેક અઠવાડિયે તેમને ફોન કરીને પૂછીએ છીએ કે હવે શું ચાલી રહ્યું છે.” આ તબક્કે હજુ પ્રલય વિશે કે લોકાહના આગળના ભાગો વિશે કોઈ ખાસ માહિતી મળી નથી.




