
સત્ર ૩૧ જાન્યુઆરી સુધી ચાલશે કર્ણાટકના ગવર્નરે ગૃહના સંયુક્ત સત્રને સંબોધવાનો ઈનકાર કર્યાે તમિળનાડુ અને કેરળ વિધાનસભામાં રાજ્યપાલ સંબંધિત વિવાદ બાદ વધુ એક રાજ્યમાં વિવાદથી રાજકીય હોબાળો
કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે બુધવારે વિધાનસભા અને વિધાન પરિષદના સંયુક્ત સત્રને સંબોધન કરવા ઇનકાર કર્યાે છે. આ સત્ર ૨૨ જાન્યુઆરીથી શરૂ થશે અને ૩૧ જાન્યુઆરી સુધી ચાલશે.આ મુદ્દે કર્ણાટકના કાયદા અને સંસદીય કાર્ય મંત્રી એચ.કે. પાટીલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે લોકભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.એચ.કે.પાટીલે જણાવ્યું કે રાજ્યપાલના કાર્યાલયે સરકારના અભિભાષણના ૧૧ પેરાગ્રાફો પર વાંધો ઉઠાવ્યો છે.
આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે એક દિવસ અગાઉ જ પડોશી અને બિન-ભાજપ શાસિત રાજ્યો – કેરળ અને તમિલનાડુમાં પણ રાજ્યપાલોના વિધાનસભાના સંબોધનને લઈને વિવાદ ઊભા થયા હતા.કર્ણાટક વિધાનસભાનું સત્ર હંગામેદાર બની શકે છે. કારણ કે કોંગ્રેસ સરકાર કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી સરકાર સામે પ્રસ્તાવ લાવવાની યોજના બનાવી રહી છે. મનરેગાને રદ્દ કરી તેના સ્થાને “વીબી-જી રામ જી” કાયદો લાવવાનો વિરોધ કરવામાં આવશે અને સ્ય્દ્ગઇઈય્છની પુન:બહાલી માટે માંગ ઉઠાવવામાં આવશે. તમિલનાડુ વિધાનસભા સત્ર દરમિયાન મંગળવારે રાજ્યપાલ આર.એન. રવિએ રાષ્ટ્રગાનના અપમાનનો આક્ષેપ મૂક્યો અને પછી તેઓ ભાષણ આપ્યા વગર જ વિધાનસભા છોડીને બહાર નીકળી ગયા હતા. રાજ્યપાલે આક્ષેપ લગાવ્યો હતો કે તેમના ભાષણમાં ખલેલ પાડવામાં આવી અને પછી કહ્યું કે “હું નિરાશ છું. રાષ્ટ્રગાનને યોગ્ય સન્માન આપવામાં આવ્યું નથી.”




