
લદાખને લઈને ગૃહ મંત્રાલયનો મોટો ર્નિણય.લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી છીનવી લેવાઈ નાણાકીય શક્તિ.વહીવટી સચિવ, ચીફ એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર, સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર સહિતના ડિપાર્ટમેન્ટ હેડનો પણ પાવર છિનવાયો.કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક મહત્ત્વનો ર્નિણય લઈને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી મોટો પાવર છિનવી લીધો છે. ગૃહમંત્રાલયે લેફ્ટનન્ટ ગવર્નરની સાથે સાથે વહીવટી સચિવ, ચીફ એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર, સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર સહિતના ડિપાર્ટમેન્ટ હેડનો પણ પાવર છિનવી લીધો છે. હવે આ પાવર ગૃહમંત્રાલય પાસે રહેશે.
ગૃહમંત્રાલયના ર્નિણય મુજબ, અત્યાર સુધી લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પાસે ૧૦૦ કરોડ રૂપિયા સુધીની યોજના અને પ્રોજેક્ટને મંજૂરી આપવાની સત્તા હતી, જાેકે હવે મંત્રાલયે આ સત્તા ગવર્નર પાસેથી છિનવી પોતાની પાસે રાખી લીધી છે. આવી જ રીતે વહિવટી સચિવ પાસે અત્યાર સુધી ૨૦ કરોડ રૂપિયા સુધીના પ્રોજેક્ટને મંજૂરી આપવાની સત્તા હતી. આ ઉપરાંત ચીફ એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર, સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર સહિતના ડિપાર્ટમેન્ટ હેડ પાસે ત્રણ કરોડથી ૧૦ કરોડ રૂપિયા સુધીના જુદા જુદા કામોને મંજૂરી આપવાની સત્તા હતી, જે હવે સત્તા છિનવી લેવાઈ છે અને હવે આ સત્તા ગૃહમંત્રાલયે લઈ લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયનો નિર્દેશ મળ્યા બાદ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિંદર ગુપ્તાએ એક ઓર્ડર જાહેર કર્યો છે. ઓર્ડરમાં કહેવાયું છે કે, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (ઁઁઁ) નિયમ હેઠળ ૧૦૦ કરોડ રૂપિયા સુધીની યોજના-પ્રોજેક્ટને હવે ગૃહમંત્રાલય મંજૂરી આપશે. લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી ૧૦૦ કરોડ રૂપિયાના વહીવટી મંજૂરી અને ખર્ચનો પાવર તેમજ વહિવટી સેક્રેટરી પાસેથી ૨૦ કરોડ રૂપિયા સુધીની મંજૂરી આપવાનો પાવર છિનવી લેવાયો છે, એટલે કે હવે ગૃહમંત્રાલય આ મંજૂરી આપશે.
સૌથી મહત્વનો ફેરફાર એ છે કે, ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના વડાઓ અને ડેપ્યુટી કમિશનરોની પાંચ કરોડ રૂપિયા સુધીના વિવિધ કામોને મંજૂરી આપવાની જે સત્તા હતી, તે હવે પાછી ખેંચી લેવામાં આવી છે અને ગૃહમંત્રાલયને સોંપી દેવાઈ છે. આ તમામ અધિકારીઓ લેહ અને કારગિલ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (ઝ્રઈર્ં) તરીકે પણ કામ કરે છે, પરંતુ તેઓ સીઈઓ તરીકે ખરેખર કામ કરતા ન હતા. ચૂંટણીમાં વિલંબના કારણે ‘લેહ હિલ કાઉન્સિલ’નો પાંચ વર્ષનો ટર્મ પુરો થયા બાદ કાર્યકાળ પુરો થઈ ગયો છે, જ્યારે ‘કારગિલ હિલ કાઉન્સિલ’ કાર્યકાળ યથાવત્ છે. લેહ હિલ કાઉન્સિલનો પાવર નાયબ કમિશનરને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ચીફ એન્જિનિયર અને સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર પાસે ૧૦ કરોડ અને ત્રણ કરોડ રૂપિયાના જુદા જુદા કામોને મંજૂરી આપવાની સત્તા પણ ગૃહમંત્રાલયને સોંપી દેવાઈ છે.




